Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

તલોદ તાલુકાના ભાટિયા ગામના તળાવમાં ડૂબી રહેલ બકરાને બચાવવા જતા 37 વર્ષીય શ્રમજીવીનું મોત

તલોદ: તાલુકાના ભાટીયા ગામના તળાવમાં ડૂબી જતાં અંદાજીત ૩૭ વર્ષની વયના એક શ્રમજીવીનું કરૂણ મોત નિપજ્યું હતું. જે તળાવમાં ડૂબતા બકરાને બચાવવા બહાર કાઢવા જતાં ડૂબી ગયો હતો.

ભાટીયા ગામના સીમાડામાં બકરા ચરાવવા અન્ય એક સાથી સાથે ગયેલા સોમાભાઈ વિહાભાઈ રાવળ નામનો યુવાન ઘટનાનો ભોગ બન્યો હતો. બકરા ચરાવતો હતો ત્યારે એક બકરી તળાવમાં દોડી પહોંચ્યું હતું. જેને તળાવમાં ડૂબી ના જાય તે માટે બહાર કાઢવા તળાવમાં પડેલો સોમાભાઈ રાવળ ડૂબી ગયા હતા. તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયેલા સાથીને બહાર નહી આવતા તેની સાથેનો યુવાન હેબતાઈ ગયો હતો. જેણે ગામ ભણી દોટ મૂકી કાગારોળ મચાવી હતી જેથી તળાવમાં ડૂબેલા યુવાનના પરિવારજનો તથા ગામ લોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. જ્યાં ગામના તરવૈયાઓએ સોમા રાવળની લાશ બહાર કાઢી હતી મૃતક સંતાનોમાતા અને પત્નીને અલવિદા કરી ગયો છે. ભાટીયા ગ્રામ પંચાયત સરપંચે મૃતકના પરિવારને દિલાસો આપ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા બીટ મહિલા કોન્સ. નીતાબેન દેસાઈએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:35 pm IST)