Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

હિંમતનગર તાલુકાના ગાંભોઇ નજીક સીમમાંથી પોલીસે બાતમીના આધારે 1.35 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

હિંમતનગર:તાલુકાના ગાંભોઈ નજીક આવેલા વિરાવાડા ગામની સીમમાંથી ગાંભોઈ પોલીસે બાતમીને આધારે મંગળવારે રાત્રે એક કારમાં પાસપરમીટ વિના લઈ જવાઈ રહેલા અંદાજે રૂ..૩૫ લાખના દારૂ અને બિયરના જથ્થા સાથે કાંકણોલ ગામના એક શખ્સની અટકાયત કરી ચાર જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનના ઉદેપુરથી એક કારમાં દારૂ અને બિયરનો જથ્થો ગુજરાત તરફ લવાઈ રહ્યો હોવાની બાતમી મળતા ગાંભોઈ પોલીસે વિરાવાડા નજીક વાહન ચેકીંગ શરૂ કર્યુ હતું. દરમિયાન બાતમી મુજબ અહીથી પસાર થઈ રહેલ કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી હતી.

 બાદ પોલીસે કારમાં જઈ રહેલા હાર્દિક પ્રવિણભાઈ રાવલ (રહે.કાંકણોલહિંમતનગર)ની પુછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપતા પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. ત્યારબાદ પુછપરછ દરમિયાન દારૂનો જથ્થો ઉદેપુરથી લવાયો હોવાની બાતમી આપતા પોલીસે તે આધારે હિંમતનગરના આશિષ ભાટીયાધવલ સુમન જયસ્વાલ અને દારૂ ભરી આપનાર ધવલકુમાર નામના શખ્સ સહિત ચાર જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસે ગુનો નોંધી અંદાજે રૂ.,૬૦,૭૪૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(5:34 pm IST)