Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વાસુ હેલ્થકેર દ્વારા

વાસુ સેફ હર્બ્સનું લોન્ચીંગ

ઇમ્યુનીટી વધારશે, ઉર્જા ચેપ, એલર્જી સામે લડવાની શકિત આપશે

વડોદરા, તા.૨૪: ૧૯૮૦થી આયુર્વેદની સાત્વિકતા પૂરી પાડનાર અને હર્બલ તથા આયુર્વેદ ક્ષેત્રે અગ્રણી કંપની ગુજરાત સ્થિત વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડે હર્બલ સપ્લીમેન્ટ્સ રેન્જ 'વાસુ સેફ હર્બ્સ' લોન્ચ કરી છે. આ લોન્ચથી કંપનીની હાલની ઈમ્યૂનિટી અને પ્રિવેન્ટિવ કેર રેન્જ મજબૂત બનશે જેનો ઉદ્દેશ એકંદરે આરોગ્ય તથા સુખાકારીને ઉન્નત બનાવવા ઉપરાંત રોગપ્રતિકારક શકિત, ઊર્જા, ચેપ તેમજ એલર્જી સામે લડવાની કુદરતી શકિત વધારવાનો છે.

કંપનીએ સેફ હર્બ્સ હેઠળ છ કેપ્સ્યુલ (સિંગલ હર્બ વેજિટેરિયન કેપ્સ્યુલ્સ) - હોલી બેસિલ, અમાલકી, મોરિંગા, અશ્વગંધા, ગુડુચી અને ટર્મરિક લોન્ચ કરી છે અને નજીકના ભવિષ્યમાં આ રેન્જનું વિસ્તરણ કરવાની યોજના છે.

આ લોન્ચ અંગે વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ બાદ વૈશ્વિક સ્તરે હર્બલ અને આયુર્વેદિક ઉત્પાદનો અંગે જાગૃતિ અને તેની સ્વીકૃતિમાં અનેકગણો વધારો થયો છે. નિરોગી જીવન માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી આવશ્યક છે જેમાં હાલના સમયમાં વિક્ષેપ પડ્યો છે અને તેના પગલે જીવનશૈલીને લગતી તકલીફો વધી છે. સુખાકારી જાળવવા માટે વાસુ હેલ્થકેર 'વાસુ સેફ હર્બ્સ'ના નામે સિંગલ-હર્બ્સ કેપ્સ્યુલ્સની સમગ્ર શ્રેણી લઈને આવ્યું છે. આગામી સમયમાં કંપની 'વાસુ સેફ હર્બ્સ'માં અર્જુન, ગુગળ, નીમ, ગાર્શિનિયા અને બ્રાહ્મી જેવી અનેક પ્રોડકટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

(4:38 pm IST)