Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકોટ સાથે આત્મીય નાતો ધરાવતા અધિકારી

પાટણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા મેરજા

પટોળા માટે પ્રખ્યાત પંથકમાં વિકાસનું ભરત ભરવાની નેમ

રાજકોટ તા. ર૪ : મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર પદેથી ઉતર ગુજરાતના પાટણ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી પામેલા આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી રમેશ મેરજાએ આજે પાટણ ખાતે ચાર્જ સંભાળી કામગીરીના શ્રીગણેશ કરી દીધા છે. તેમણે રસીકરણને પ્રાધાન્ય આપવા ઉપરાંત સરકારની પ્રજાલક્ષી યોજનાઓને જિલ્લામાં વધુ સફળ બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. રાજકોટ, પાલીતાણા,  આણંદ, ગાંધીનગર, મહેસાણા વગેરે જિલ્લામાં વહીવટી કામગીરીનો તેમને બહોળો અનુભવ છે.

(મો.૯૯૭૮૪ ૦૬ર૪૩-પાટણ)

(4:37 pm IST)