Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

એસ.ટી.નિગમના એમ.ડી.તરીકે ચાર્જ સંભાળતા હર્ષદ પટેલ : કચ્છના પ્રભારી પદે પણ નિમણૂક

રાજકોટ,તા. ૨૪: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ના મેનેજીંગ ડીરેકટર તરીકે આજે અમદાવાદ ખાતે શ્રી હર્ષદ પટેલએ ચાર્જ સંભાળ્યો છે. તઓ આઇ.એ.એસ કેડરના સચિવ કક્ષાના અધિકારી છે. શ્રમ રોજગાર વિભાગમાંથી તેમની બદલી એસ.ટીમાં એમ.ડી. અને વાઇસ ચેરમેન પદે થઇ છે સરકારે ગઇ કાલે તેમને કચ્છના પ્રભારી સચિવ તરીકે પણ નિયુકત કર્યા છે. તેઓ અગાઉ ત્યાં કલેકટર તરીકે રહી ચૂકયા છે.

શ્રી હર્ષદ પટેલે કાર્યભાર સંભાળીને એસ.ટી.બસ અને સ્ટાફની સંખ્યા, રૂટ, સેવાની ગુણવતા, સ્ટાફના પ્રશ્નો, બસમાં મળતી મુસાફરોની સંખ્યા વગેરે બાબતે માહિતી મેળવેલ. તેમણે લાખો લોકો માટેની એસ.ટી.ની. પરિવહન સેવાને વધુ સારી બનાવવા પ્રયાસો આદર્યા છે.

(4:34 pm IST)