Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

નેતાથી લઇને બિઝનેસમેન સુધી બધા Sextortionistsના નિશાના ઉપર

ગુજરાતના પોલીસના સાઇબર સેલે એડવાઇઝરી જારી કરી

અમદાવાદ, તા. ર૪ : જો સોશિયલ મીડિયા પર તમને કોઇ સુંદર ચહેરા ધરાવતી પ્રોફાઇલ પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવે છે તો તેને એકસેપ્ટ કરતા પહેલા એક વખત વિચારી લેજો. સેફ ડિસ્ટેંસિંગના આ સમયમાં ઓનલાઇન ઇસ્ટિમેસી ઓફર કરનારા વ્યકિત તમને સાઇબર બળજબરી વસૂલીની જાળમાં ફસાવી શકે છે. ગુજરાતમાં સરકારી અધિકારીથી લઇને બિઝનેસમેન, નેતાથી લઇને પ્રાઇવેટ ફર્મ કર્મચારી કેટલાક ફોન સેકસ અને ન્યૂડ કોલના વિકિટમ થઇ ચુક્યા છે.

વધતા કેસને કારણે સીઆઇડીના સાઇબર ક્રાઇમ સેલે એડવાઇઝરી જાહેર કરવી પડી છે કે ફેસબુક પર સુંદર ચહેરા તરફથી આવી રહેલી ફ્રેન્ડ રિકવેસ્ટને લઇને એલર્ટ રહો. તાજેતરમાં એક સરકારી અધિકારીનો કેસ સામે આવ્યો હતો. ગુજરાત સીઆઇડીના સીનિયર અધિકારીએ જણાવ્યુ, ઙ્કતેમણે ફેસબુક પર ૬ જૂને એક અજાણી મહિલા તરફથી રિકવેસ્ટ આવી હતી. તે ફ્રેન્ડ બની ગયા અને પછી મહિલાએ તેમણે ફોન સેકસની ઓફર કરી હતી. તે બાદ મહિલાએ પીડિત પાસેથી ૫ લાખ રૂપિયાની માંગ કરી હતી.

સરકારી અધિકારીએ સાઇબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો જેમણે આ મામલે તપાસ કરી હતી અને એક સ્પષ્ટ મેસેજ આપ્યો કે કોઇ પણ પૈસા આપવામાં નહી આવે. તે બાદ મહિલાનો ફોન નંબર બ્લોક કરી દેવામાં આવ્યો. સરકારી અધિકારીએ આ મામલે સાર્વજનિક થવાના ડરથી ફરિયાદ દાખલ કરાવી નહતી. આ સિવાય બે અન્ય સરકારી અધિકારીઓને પણ આ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. સાઇબર ક્રાઇમ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મોટાભાગના કોલ પશ્ચિમ બંગાળથી આવ્યા હતા જ્યારે કેટલાક કોલ રાજસ્થાનના ભરતપુરથી આવ્યા હતા.

માત્ર અમદાવાદમાં, સાઇબર ક્રાઇમ સેલને ૬ મહિનામાં ૫૦૦થી વધુ ફરિયાદ મળી છે. એક અધિકારીએ જણાવ્યુ, વધતા કેસને જોતા ગત અઠવાડિયે એડવાઇઝરી જાહેર કરવામાં આવી અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાઇબર રેંજ પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ કરવામાં આવી. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ, આ લોકોને બ્લેકમેલ કરવાનો નવો ટ્રેડ બની ગયો છે. જો કોઇ અજાણ્યા વ્યકિત અથવા મહિલા આ રીતના વીડિયો કોલ બાદ પૈસાની માંગ કરે છે તો તુરંત નજીકના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.

પોલીસે કહ્યુ કે લોકોએ પોલીસ સંપર્ક કરવો જોઇએ જેથી આ રીતના રેકેટને રોકી શકાય. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ, છેલ્લા ૬થી ૮ મહિનામાં આ રીતના કેસ વધ્યા છે. ખાસ કરીને લોકો પોલીસનો સંપર્ક કરવામાં ડરે છે. લોકોએ સમજવુ જોઇએ કે જો તે એક વખત પૈસા આપશે તો બ્લેકમેલર વધુ ડિમાન્ડ કરશે. આ રીતના કેસમાં પોલીસ આઇપીસીની કલમ ૫૦૦ સાથે માનહાનિ અને આઇટી એકટની કલમ હેઠળ ફરિયાદ દર્જ કરી શકે છે.

(1:04 pm IST)