Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વાપી ટ્રાફિક સમસ્યાનો અંત લાવવા જિલ્લા પોલીસ વડાનો માસ્ટર પ્લાન

ટ્રાફિક સમસ્યા દૂર કરવા જિલ્લા પોલીસ વડા યોધ્ધા બનશે : 15 વર્ષથી સમસ્યા છે જેની જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ નોંધ લીધી

(કાર્તિક  બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લામાં જ્યારથી ડો  રાજદીપસિંહ ઝાલાનુંઆગમન  થયું છે ત્યારથી લોક સમસ્યાનું નિરાકરણ જિલ્લા પોલીસ  વડા  લાવ્યા છે વાપી જીઆઈડીસી ચાર રસ્તા પર ચોવીસ કલાક  વાહનોની અવર જવર રહે છે વાપી, દમણ, સેલવાસના ઔધોગિક વિસ્તારમાં ભારે વાહનોના ટ્રાફિકની 15 વર્ષથી સમસ્યા છે જિલ્લા પોલીસ વડા ડો  રાજદીપસિંહ ઝાલા વાપીના  આ વિસ્તારની મુલાકાત લેતા હવે પ્રશ્નનું નિરાકરણ આવશો તેમા શંકાને સ્થાન નથી જિલ્લા પોલીસ વડા જેની મુલાકાત લે છે  તેની સમસ્યાનો  માસ્ટર પ્લાન જિલ્લા પોલીસ વડા તૈયાર કરતા હોઈ છે અને તત્કાલ નિરાકરણ પણ લાવતા હોઈ છે

(12:50 pm IST)