Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

સુરતના ન્યુ રાંદેર વિસ્તારમાં મોપેડ પર પસાર થઇ રહેલ ડોક્ટરને નિશાન બનાવી મોબાઈલ સ્નેચરો મોબાઈલ આંચકી રફુચક્કર

સુરત: શહેરના ન્યુ રાંદેર રોડ ચોકસી વાડી પાસેથી મોપેડ ઉપર પસાર થઇ રહેલા ડૉક્ટરને નિશાન બનાવી મોટરસાઇકલ સવાર સ્નેચરો મોબાઇલ ફોન કિંમત રૂા. 25 હજારનો આંચકીને ભાગી ગયા હતા. ડૉક્ટરે બે કિલોમીટર સુધી સ્નેચરોનો પીછો કર્યો હતો પરંતુ તેઓ હાથમાં આવ્યા હતા.

રાંદેર રોડ સ્થિત સંગના સોસાયટીમાં રહેતા અને ઉધના દરવાજા ખાતે શ્રધ્ધા ક્લિનીક નામે દવાખાનું ચલાવતા ડૉ. કરણ ધનસુખ કાબરાવાલા (.. 32) ગત રાત્રે 9.30 કલાકે ક્લિનીક પરથી મોપેડ પર ઘરે જઇ રહ્યા હતા. ત્યારે ન્યુ રાંદેર રોડ ચોકસી વાડી સામેથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી મોટરસાઇકલ બે સ્નેચરો ઘસી આવ્યા હતા

સ્નેચરોએ મોપેડ પર જઇ રહેલા ડૉક્ટરના હાથમાંથી મોબાઇલ ફોન આંચકીને ભાગી ગયા હતા. મોબાઇલ આંચકીને ભાગી રહેલા સ્નેચરોનો ડૉ. કરણે પાલનપુર પાટિયા સુધી અંદાજે 2 કિલોમીટર સુધી પીછો કર્યો હતો. પરંતુ સ્નેચરો મોબાઇલ લઇને મોટરસાઇકલ પુર ઝડપે હંકારીને ભાગી ગયા હતા.

(6:11 pm IST)