Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

પાલનપુર કલેકટર કચેરીનો સપાટો : માસ્ક ના પહેરનાર 37 મહેસુલી કર્મચારીઓ દંડાયા : હોટલમાં કરી હતી પાર્ટી

કર્મચારીઓએ પાર્ટી કરી ફોટો સોસીયલ મીડિયામાં કર્યા હતા વાઇરલ : નિવાસી અધિક કલેકટરના ધ્યાને આવતા ફટકારાયો દંડ

( મયુર ઠક્કર દ્વારા ) પાલનપુર : કોરોના મહામારીમાં માસ્ક પહેરવા ફરજીયાત કરાયું છે તેવામાં પાલનપુર કલેકટર કચેરીએ સપાટો બોલાવ્યો છે માસ્ક ના પહેરનાર 37 મહેસુલી કર્મચારીઓ દંડાયા છે માસ્ક ન પહેરવા અને સોસીયલ ડિસ્ટન્સના ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે

  બનાસકાંઠા મહેસુલી કર્મચારી બચત મંડળની શરૂઆત માટે  એકઠા થયા હતાકર્મચારીઓએ ખાનગી હોટલમાં જઈ પાર્ટી મનાવી હતીજેમાં 37 કર્મચારીઓને 200 રૂપિયા લેખે દંડ ફટકારાતાં ફફડાટ ફેલાયો છે

  નિવાસી અધિક કલેકટરના ધ્યાને આવતા આ દંડ ફટકારાયો છેકર્મચારીઓએ પાર્ટી કરી ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા

 

(12:35 am IST)