Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રાત્રે બારડોલીના મીંઢોળા નદીના પુલ પરથી યુવતી કૂદી : મોપેડ મળ્યું : ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાશ બહાર કઢાઈ

મૃતક યુવતી દીપિકા નાયડુ હોવાની થઇ : મોપેડ શેઠ ફળિયામાં રહેતી યુવતીનું હોવાનું ખુલ્યું

બારડોલીના મીંઢોળા નદીના પુલ પરથી મંગળવારે રાત્રે કોઈ યુવતી નદીમાં કુદી હોવાની જાણ થતાં બારડોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પુલ પરથી એક મોપેડ પણ મળી આવ્યું છે. જે યુવતીનું હોવાની શંકા છે.

અંગે મળતી માહિતી અનુસાર રાત્રીના 8.30 વાગ્યાના સુમારે બારડોલી ફાયર બ્રિગેડને કોઈ યુવતીએ મીંઢોળા નદીના પુલ પરથી ઝપલાવ્યું હોવાનો કૉલ આવતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. પુલ પરથી યુવતીનું મોપેડ પણ મળી આવ્યું હતું. શેઠ ફળિયામાં રહેતી યુવતીનું મોપેડ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે નદીમાં કોણ પડ્યું તે અંગે માહિતી મળી શકી નથી. જે યુવતીનું મોપેડ છે તે યુવતીના પરિવારજનો પણ નદી કિનારે પહોંચી ગયા છે. મોડી રાત્રે યુવતીની લાશ ફાયરની ટીમે બહાર કાઢી હતી. યુવતીની ઓળખ દીપિકા જયેશ નાયડુ (24)ના રૂપમાં થઈ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

 

(11:53 pm IST)