Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

મહેસાણા :ચાલુ બાઇકે મોબાઈલ પર વાત કરતા વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ અજીવન રદ કરાયું

આંબલીયાસણના મનુભાઈ રાવલને ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરવી મોંઘી પડી

મહેસાણા: રાજ્યમાં ટ્રાફિકની વધતી સમસ્યા સામે આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમોને ભંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આંબલીયાસણમાં ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરતા એક વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યું છે.

   મળતી વિગત મુજબ 10 જૂનના રોજ આંબલીયાસણના મનુભાઈ રાવલને ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરતા ટ્રાફિક પોલીસે મેમો ફકકાર્યો હતો. અને આરટીઓની કાર્યવાહી કરવામાં માટે જણાવ્યું હતું. આરટીઓની નોટિસનો યોગ્ય ખુલાસો ન કરતા તેમનું લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યું હતું.

(11:18 pm IST)