Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

દાંતા નજીક હરિવાવ ગામની સીમમાં 50 ફૂટ ઊંચા ઝાડની ડાળીએ આદિવાસી મહિલાની લટકતી લાશ મળતા ચકચાર

ચાર સંતાનોની માતાના અપ મૃત્યુને લઈ પંથકમાં ચકચાર: હત્યા કે આત્મહત્યા?અનેક તર્કવિતર્ક

બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક આવેલા હરિ વાવ ગામની સીમમાં આદિવાસી મહિલાની ઝાડે લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

 આ અંગે મળતી વિગત મુજબ તાલુકા મથક દાંતા નજીકના હરિવાવ ગામની સીમમાં આદિવાસી મહિલાની લાશ ૫૦ ફૂટ ઊંચા ઝાડની ડાળીએ લટકતી હાલતમાં મળી આવી.હતી જે સમાચાર વાયુવેગે પ્રસરી ઉઠતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને મહિલાની હત્યા કે આત્મહત્યા? ને લઈ પંથકમાં અવનવા તર્કવિતર્ક વહેતા થયા હતા

 મૃતક મહિલા.ચાર સંતાનોની માતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મહિલાના અપમૃત્યુને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે જે બાબતની જાણ થતાં દોડી આવેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:10 pm IST)
  • ઐતિહાસિક મંદિરમાં તસ્કરો ત્રાટક્યા :ચંબલમાં 50 વર્ષ જૂની બે ડઝન મૂર્તિઓની ચોરી :ચંબલ ઘાટીમાં વસેલા ફુપના જૈન મંદિરમાંથી 22 મૂર્તિઓની ચોરી થતા સનસનાટી :તમામ મૂર્તિઓ ઐતિહાસિક અને અને અંદાજે 50 વર્ષ જૂની ગણાવાઈ છે :ચોરાયેલ તમામ મૂર્તિઓ કિંમતી અને અષ્ટધાતુની હતી access_time 10:54 pm IST

  • ઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST

  • ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરે પ્લેનનો દરવાજો ખોલવા કર્યો પ્રયાસ :ઇમર્જન્સી લેન્ડિંગ બાદ પોલીસને સોંપ્યો :પોલીસ અધિકારી મુજબ યાત્રી ચાલુ વિમાને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો હતો :યાત્રીને ઉતારી મુક્યા બાદ ભુવનેશ્વરની કેપિટલ હોસ્પિટલે લઇ જવાયો ; હૈદરાબાદથી ગુવાહાટી જતી ફ્લાઈટમાં બન્યો બનાવ. access_time 12:49 am IST