Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે એસ,જયશંકર વિધિવત ભાજપમાં જોડાયા :કાલે ઉમેદવારી ફોર્મ ભરશે

વિદેશમંત્રી એસ,જયશંકરએ ભાજપના કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં સત્તાવાર ભાજપમાં પ્રવેશ કર્યો

ગુજરાત રાજ્યસભાની પેટા ચૂંટણી આગામી 5 જુલાઈએ યોજાનાર છે  રાજ્યસભાની પેટાચૂંટણી માટે 25 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ગુજરાત રાજ્યસભાની 2 બેઠકો માટે ભાજપે સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર  ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદમાં ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું રાજ્યસભાની ચૂંટણી માટે એસ.જયશંકર ફોર્મ ભરશે.

 એસ. જયશંકર ભાજપના કાર્યકરી જેપી નડ્ડાની હાજરીમાં  સત્તાવારરીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે  ભાજપે તેમને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

 ભાજપ દ્વારા એક બેઠક માટે વિદેશ મંત્રી એસ. જ્યશંકર અને બીજી બેઠક માટે જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને બંને ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા ભાજપના બંને ઉમેદવારો બુધવારે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે

(10:31 pm IST)