Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ભગવાન જગન્નાથજીના રજવાડી વાઘા તૈયાર : પાંચ દિવસના અલગ અલગ વાઘાનો શણગાર

વાઘામાં સીલ્ક, નેટ, રેશમ વર્ક, ડાયમંડ વર્કનો ઉપયોગ :પાઘડીમાં વેસ્ટર્ન લુક અને, ફુમતા આભલા જડાશે

અમદાવાદ ;ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે અષાઢી બીજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગર ચર્યાએ નિકળવાના છે. ત્યારે વર્ષે ભગવાનન રજવાડીમાં વેશમાં જોવા મળશે..

  વર્ષોથી ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરનારા સુનિલ ભાઈએ વર્ષે પણ ભગવાનના વાઘા બનાવી રહ્યા છે. અને હવે વાઘાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વર્ષે પણ ભગવાનના પાંચ દિવસના અલગ અલગ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે

જગન્નાથજીના વાઘામાં સીલ્ક, નેટ, રેશમ વર્ક, ડાયમંડ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ત્યારે ભગવાનની પાઘડીમાં વિવિધતા જોવા મળશે..જેમાં વેસ્ટર્ન લુક અને, ફુમતા આભલા જડવામાં આવશે.

(10:21 pm IST)
  • મનોજ તિવારીને ધમકી આપનાર શખ્શની ધરપકડ :આરોપીએ પ્રખ્યાત થવા ધમકી આપ્યાનું રતન :દિલ્હી ભાજપના પ્રમુખ ને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર વિશ્વજીત નામના શખ્શને ઝડપી લેવાયો access_time 12:50 am IST

  • જામનગરના લાખોટા તળાવની પાળ પાસેથી જિયા નામની 4 વર્ષની બાળકીને કોઈ અજાણી સ્ત્રી ઉપાડી ગયાની પ્રાથમિક આશંકા:લાખોટા તળાવના ગેટ નંબર 4 પરથી ઉપાડી ગઈ છે જે કોઈને જાણ થાય તેને આ નંબર 9377777897 પર સંપર્ક કરવા .અથવા જામનગર સિટી એ ડિવિઝન કંટ્રોલ રુમ 0288-2550200 માં જ‍ાણ કરવા જણાવ્યું access_time 2:56 pm IST

  • ઇન્ડોનેશીયામાં ૭.પની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી નથી access_time 11:40 am IST