Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

દેવ આઇટીને હોલ ઓફ ફેમ એવોર્ડ એનાયત થયો

દેવ આઇટીની વધુ એક સિદ્ધિ

અમદાવાદ,તા.૨૪ :  અમદાવાદની દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (દેવ આઇટી)એ પોતાની ઉત્કૃષ્ટ કામગીરીને પગલે આઇટી સર્વિસીસનાં ક્ષેત્રમાં ભારતની ટોચની ૧૦૦ એવોર્ડ વિજેતા કંપનીઓ વચ્ચે બેસ્ટ ૧૦ કંપનીઓને એનાયત થતું વિશેષ સન્માન આઇડીજી ઇન્ડિયાઝ ચેનલવર્લ્ડ પ્રીમિયર હોલ ઓફ ફેમ એવોર્ડ મેળવ્યો હતો. દેવ આઇટીનાં ચેરમેન શ્રી પ્રણવ પંડ્યાએ પૂણેની જે ડબલ્યુ મેરિયટમાં યોજાયેલા એક એવોર્ડ સમારંભમાં કંપની તરફથી આ એવોર્ડનો સ્વીકાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ આઇડીજી ગ્રૂપની ઇન્ડિયા ઓફિસની હેન્ડલિંગ ચેનલવર્લ્ડ ઇન્ડિયા દ્વારા એનાયત થતો હોલ ઓફ ફેમ એવોર્ડ મેળવવો દેવ આઇટી લિમિટેડ માટે ગર્વની વાત છે, જે માટે કંપનીની છેલ્લાં દોઢ દાયકાથી વધારે સમયગાળામાં આઇટી સર્વિસીસ ડિલિવરી સેક્ટરમાં સાતત્યપૂર્ણ અને ઉત્કૃષ્ટ કામગીરી જવાબદાર છે. હોલ ઓફ ફેમ એવોર્ડ ઉપરાંત દેવ આઇટીને ચેનલ વર્લ્ડ પ્રીમિયર ૧૦૦ એવોર્ડ તરીકે પણ સન્માનિત કરવામાં આવી છે. કંપનીને વર્ષ ૨૦૧૩થી છઠ્ઠી વાર આ સન્માન મળ્યું છે. એક વાર ફરી દેવ આઇટી સેંકડો શ્રેષ્ઠ નોમિનેશન વચ્ચે વિજેતા બનીને બહાર આવી છે. વરિષ્ઠ અને બહોળો અનુભવ ધરાવતાં લોકોની બનેલી એડિટોરિયલ જ્યુરીને ભારતમાંથી સેંકડો નોમિનેશન મળ્યાં હતાં, જેમણે મૂલ્યાંકન માટે કડક પ્રક્રિયા અપનાવી હતી, તમામ એન્ટ્રીની ચકાસણી કરી હતી અને પછી વિજેતાઓની જાહેરાત કરી હતી. દેવ આઇટીને આઇટી ઉદ્યોગમાં સક્ષમતા, લીડરશિપ અને સફળતાનાં ઊંચા ધારાધોરણો ધરાવતી અતિ સફળ કંપનીઓમાંની એક કંપની તરીકે બિરદાવવામાં આવી હતી, ખાસ કરીને લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગસાહસો દ્વારા અપનાવેલી ડિજિટલ પરિવર્તનની સફર સાથે સંબંધિત હાલનાં આઇસીટી પ્રવાહોમાં. શ્રી પ્રણવ પંડ્યાએ આ સફળતા પર કહ્યું હતું કે, છ વખત ચેનલ વર્લ્ડ પ્રીમિયર ૧૦૦ એવોર્ડ મેળવવો એ દેવ આઇટીનાં મજબૂત મૂળભૂત મૂલ્યો, નૈતિક કામગીરી અને સાતત્યપૂર્ણ ગુણવત્તા પ્રદર્શિત કરે છે. અમારાં માટે ચાલુ વર્ષ વધારે વિશેષ છે, કારણ કે અમને હોલ ઓફ ફ્રેમ એવોર્ડ સન્માન મળ્યું છે. આઇટી ઉદ્યોગમાં ક્ષમતા, લીડરશિપ અને સફળતાનાં ઊંચા ધારાધોરણો ધરાવતી કંપનીઓમાંની એક કંપની સન્માન આપતો આ એવોર્ડ અમને નૈતિક પ્રોત્સાહન આપશે અને અમને  સારી કામગીરી કરવા પ્રેરિત કરશે.

(9:38 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓનું વિસર્જન : કોંગ્રેસને બેઠી કરવા પ્રયાસ : ઉતર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓને વિખેરી નાંખી : આગામી પેટા ચૂંટણીના અનુસંધાને બે-બે કમીટી મેમ્બરને જવાબદારી સોપાઇ access_time 4:09 pm IST

  • મનોજ તિવારીને ધમકી આપનાર શખ્શની ધરપકડ :આરોપીએ પ્રખ્યાત થવા ધમકી આપ્યાનું રતન :દિલ્હી ભાજપના પ્રમુખ ને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર વિશ્વજીત નામના શખ્શને ઝડપી લેવાયો access_time 12:50 am IST

  • જૂનાગઢ મહાનગર પાલિકાની 21મી જુલાઈએ ચૂંટણી :23મી જુલાઈએ મતગણતરી :ગાંધીનગર મનપાના વોર્ડ,ન,3ની પેટાચૂંટણી અને જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે પણ 21મી જુલાઈએ થશે મતદાન: 6ઠ્ઠી જુલાઈથી ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે :9મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ access_time 7:03 pm IST