Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

બોશ્ચની કોર્ડલેસ પ્રોડક્ટ્ કોર્ડલેસ ઝુંબેશ શરૂ થઈ

બોશ્ચની ભારતમાં ૯૩માં સ્થાપના

અમદાવાદ,તા.૨૪ :  બાંધકામ, વૂડવર્કિંગ અને મેટલવર્કિંગ ઉદ્યોગ માટે પાવર ટૂલ્સની સંપૂર્ણ શ્રેણી ઓફર કરતી પાવર ટૂલ્સ સેગમેન્ટમાં બજાર આગેવાન બોશ્ચ પાવર ટૂલ્સ ઈન્ડિયાએ હાલમાં ભારતમાં ચુનંદા ચેનલ ભાગીદારોમાં કસ્ટમર એક્સપીરિયન્સ ઝોન્સ રજૂ કર્યા હતા. બોશ્ચ પાવર ટૂલ્સ ઈન્ડિયાએ કોર્ડલેસ પાવર ટૂલ્સનો હાથોહાથનો અનુભવ મેળવવા માટે ટ્રેડ્સમેનને અભિમુખ બનાવવાના લક્ષ્ય સાથે તેમની ઝુંબેશ બોશ્ચ મતલબ કોર્ડલેસ હેઠળ આ એક્સપીરિયન્સ ઝોન્સ રજૂ કર્યા હતા. ઉદ્યોગમાં ક્રાંતિ પાવર ટૂલ્સની કોર્ડલેસ રેન્જ ટ્રેડ્સમેન અને બ્લુ કોલરના શ્રમિકોને કાર્યક્ષમતા, પાવર સાથે બાંધછોડ કર્યા વિના વાયરો અથવા કેબલોની ખેંચ વિના કામ કરવાની સાનુકૂળતા આપે છે અને સુરક્ષા અને ઉત્તમ અર્ગોનોમિક્સના વધારાના લાભો આપે છે. લિથિય્મ- આયોન બેટરી પાવર્ડ સ્ક્રુડ્રાઈવર બોશ્ચ ગો, પુશ અને ગો ફંકશનાલિટી સાથે મોજૂદ સ્ક્રુડ્રાઈવરો કરતાં ચાર ગણું વધુ સુવિધાજનક છે અને કોર્ડલેસમાં બોશ્ચની નાવીન્યપૂર્ણ ઓફરમાંથી એક છે. રેન્જમાં કોર્ડલેસ પાવર ડ્રિલ ડ્રાઈવરો, હાઈ પાવર ઈમ્પેક્ટ રેન્ચીસ, મજબૂત હેમર ડ્રિલ્સ, હાઈ સ્પીડ ઈમ્પેક્ટ ડ્રિલ્સ, એબીઆર અભિમુખ ઈમ્પેક્ટ ડ્રાઈવર્સ અને સાનુકૂળ ડ્રિલ ડ્રાઈવરો વગેરેનો સમાવેશ થાય છે. ટૂલ્સ ભારતીય ઉપભોક્તાઓને મેન્યુઅલ પ્રયાસોથી લઘુતમ અસ્વસ્થતા સાથે આસાનીથી કામ કરવાના પ્રયાસો કરવામાં મદદરૂપ થવા માટે મેન્યુઅલ ડિઝાઈનના શેપ અને સાઈઝની નજીક તૈયાર કરાયાં છે. આ પ્રસંગે બોલતાં બોશ્ચ પાવર ટૂલ્સના ઈન્ડિયા અને સાર્કના રિજનલ બિઝનેસ ડાયરેક્ટર પાનિશ પીકેએ જણાવ્યું હતું કે, કોર્ડસ કામગીરીનું ક્ષેત્ર મર્યાદિત બનાવે છે, જેને લીધે વાયરની લંબાઈ અને ઈલેક્ટ્રિક રિસેપ્ટેકલની પહોંચક્ષમતા દ્વારા લદાતી ખેંચમાં પરિણમે છે. બોશ્ચ પાવર ટૂલ્સની કોર્ડલેસ ઓફરની રેન્જ પાછળનો વિચાર ટ્રેડ્સમેન અને શ્રમિકો સામનો કરે છે તે વાયર્ડ ટૂલ્સના અવરોધો અને અસુવિધાઓનો ઉકેલ લાવવાનો છે.

બોશ્ચ મતલબ કોર્ડલેસ ઝુંબેશ સાથે બોશ્ચ પાવર ટૂલ્સ આજીવિકા માટે તેમનાં પાવર ટૂલ્સ પર નભતા દેશભરના હજારો ટ્રેડ્સમેનના જીવનમાં પરિવર્તન લાવવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનું રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર સરકાર અને ખાનગી વર્ગ દ્વારા હાથ ધરવામાં આવતા સુધારાત્મક અને પરિવર્તનકારી પ્રોજેક્ટોને લીધે આમૂલ પરિવર્તન હેઠળ જઈ રહ્યું છે.

(9:38 pm IST)