Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ઉત્તર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની અંદર 191 લાંચિયા કર્મચારીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી

મહેસાણા:ઉત્તર ગુજરાતની મોટાભાગની સરકારી કચેરીઓમાં લાંચ આપ્યા વિના કામ થતા ન હોવાના આક્ષેપો વધી રહ્યા છે અને આ કચેરીઓ લાંચના ભરડામાં ગળાડુબ હોય તેવું પણ સામાન્ય જનતાને લાગી રહ્યું છે ત્યારે ઉ.ગુ.ના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાં તેમજ અરવલ્લીમાંથી લાંચ રૃશ્વત બ્યુરો દ્વારા પાંચ વર્ષમાં લાંચના છટકા ગોઠવી ૧૯૧ જેટલા લાંચીયા કર્મચારીઓને ઝડપી પાડયા હતા.

સરકારી કચેરીઓમાં લાંચ સિવાય કામ  નહીં કરવાની જાણે ફેશન થઈ હોય તેવું સામાન્ય પ્રજાને લાગી રહ્યું છે. સરકારી કોઈપણ કચેરી હોય નાણાં સિવાય કામ થતા નથી ત્યારે અમુક જાગૃત નાગરિકો જે લાંચ આપવા ના પાડતા હોય તેવા લોકો દ્વારા લાંચીયા કર્મીઓને પાઠ ભણાવવા માટે લાંચ રૃશ્વત બ્યુરોનો સંપર્ક કરવામાં આવતો હોય છે. જેમાં ઉ.ગુ.ના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ના અંત ભાગ સુધી ૧૯૧ જેટલા લાંચીયા કર્મીઓને એસીબીના છટકામાં ઝડપી લઈ જેલભેગા કરવામાં આવ્યા છે.

(5:22 pm IST)