Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

અમીરગઢ તાલુકામાં દૂધ ઉત્પાદકના મંત્રીઓએ ગ્રાહકના 1.81 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદના આધારે તપાસ શરૂ

અમીરગઢ: તાલુકાના દોદડપુરામાં ચાલતી દુધ ઉત્પાદક મંડળીના મત્રીએ ગ્રાહકોના ૧.૮૧ લાખના નાણાની ઉચાપદ કર્યાની ફરિયાદ એક ગ્રાહકે કરતાં ચકચાર મચી જવા પામેલ છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોદડપુરા દુધ ઉત્પાદક મંડળીમાં મત્રી તરીકે ફરજ બજાવતા પુંજાભાઈ ધુડાભાઇ દેસાઇએ ડેરીના નાણાં અગત કામોમાં તાપરી ગ્રાહકોના નાણાંની ઉચાપદ કરતાં ડેરીના એક ગ્રાહકે અંતે મંત્રી સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે. 

(5:21 pm IST)