Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ફેક્ટરીની દીવાલ ધરાશાયી થતા કર્મચારીનું મોત :સુપરવાઈઝરને ગંભીર ઇજા

અમદાવાદ:વટવા જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેકટરીમાં દિવાલ પડી હતી જેથી ત્યાં કામ કરતા બે કર્મચારીન ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર દરમિયાન મેનેજરનું મોત થયું હતું, જ્યારે સુપરવાઇઝર સારવાર હેઠલ છે, આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે વટવા જીઆઇડીસીમાં ફેઝ-૨માં આવેલી યુનાઇટેડ કેમિકલ નામની કંપનીમાં આજે મોડી સાંજે અચાનક દિવાલ પડી હતી જેથી ફેકટરીમાં કામ કરતા મેનેજર નીલકંઠભાઇ ધોળકિયા અને સુપરવાઇઝર દેેેવસિંહ કોલરિયા કાટમાળ નીચે દટાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે આવીને બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસડયા હતા.

(5:18 pm IST)