Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

અમદાવામાં સબ ઇન્સ્પેકટર પરિણીતાને 20 લાખના દહેજ માટે સાસરિયાંઓનો ત્રાસ: ફરિયાદ દાખલ

અમદાવાદ: વટવા પોલીસ સ્ટેશનમાં આસિસ્ટંટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી પરિણીતાને ૨૦ લાખ રૃપિયાના દહેજ માટે શારિરીક અને માનસિક ત્રાસ આપતા સાસરીયાઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પતિએ દહેજ આપે તેવી બીજી યુવતી શોધી લીધી છે કહીને તેની સાથે પડાવેલા ફોટા પત્નીને બતાવ્યા હતા. જેમાં ઝઘડો થતા તેણે પત્નીને ચાકુથી ઘાયલ કરી હતી. પોલીસે પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ વટવા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા મધુબહેન ઝેડ.ડામોર (૩૦)ના લગ્ન ૨૦૧૪માં અરવલ્લીમાં રહેતા રાજેશકુમાર આર.ગામેતી સાથે થયા હતા. લગ્ન વખતે પિતાએ કરિયાવરમાં ટીવી, ઘરઘંટી, ફ્રીઝ,પલંગ, તિજોરી અને સોના ચાંદીના દાગીના આપ્યા હતા. રાજેશકુમાર નારોલમાં પેટ્રોલપંપ પર સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. લગ્ન બાદ બે મહિના અરવલ્લીમાં રહ્યા બાદ દંપત્તી અમદાવાદમાં પંચરત્ન ઔડાના મકાનમાં ભાડેથી રહેવા આવ્યા હતા. બાદમાં સાસુ, નણંદ,બનેવી અને કાકી સાસુ તારા પિતાએ દહેજમાં અમારી હેસિયત મુજબ દહેજમાં કંઈ આપ્યુ નથી કહીને ત્રાસ આપવા લાગ્યા હતા. ઉપરાંત તારા પિતાજીના ઘરેથી ૨૦ લાખ દહેજ પેટે નહી લાવેતો મારો દિકરો તને રાખશે નહી અને તેને બીજી છોકરી સાથે લગ્ન કરાવી દઈશું, એવી ધમકી સાસુએ આપી હતી.

(5:18 pm IST)
  • ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરે પ્લેનનો દરવાજો ખોલવા કર્યો પ્રયાસ :ઇમર્જન્સી લેન્ડિંગ બાદ પોલીસને સોંપ્યો :પોલીસ અધિકારી મુજબ યાત્રી ચાલુ વિમાને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો હતો :યાત્રીને ઉતારી મુક્યા બાદ ભુવનેશ્વરની કેપિટલ હોસ્પિટલે લઇ જવાયો ; હૈદરાબાદથી ગુવાહાટી જતી ફ્લાઈટમાં બન્યો બનાવ. access_time 12:49 am IST

  • રાજયમાં અનેક જિલ્લામાં મેઘસવારીઃ રવલ્લી,દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદ અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદઃ દાહોદ, ઝાલોદ અને લિમડીમાં અને કચ્છના નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ access_time 5:45 pm IST

  • રાજયસભાની ચૂંટણીના ૫ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર મનીષ દોશી, બાબુભાઈ પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા સહિત ૫ નામો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો કરશે મંથન access_time 5:39 pm IST