Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

રાજયમાં અનેક જિલ્લામાં મેઘસવારીઃ અરવલ્લી,દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદ

અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદઃ દાહોદ, ઝાલોદ અને લિમડીમાં અને કચ્છના નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ

અમદાવાદ, તા.૨૪: રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે જોકે અનેક જિલ્લાઓમાં ભારે બફારા વચ્ચેઙ્ગ રાજયના અરવલ્લી, દાહોદ અને કચ્છમાં અનેક ઠેકાણે વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા જ લોકો ખુશખુશાલ થયા હતા જિલ્લાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહ્યાં છે.

દાહોદ જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે વરસાદ વરસ્યો હતો. દાહોદના ઝાલોદ ખાતે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. દિવસભરના ગરમીના માહોલ બાદ સમગ્ર જિલ્લામાં દાહોદ, ઝાલોદ અને લિમડીમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ઝાલોદમાં જોવા મળ્યો હતો.

રાજયના કચ્છમાં પણ વાતાવણરમાં પલટા સાથે નખત્રાણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે કચ્છવાસીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં રાજયના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

(3:50 pm IST)