Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ચોમાસાની મૌસમનો શુભારંભઃ પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩ ઇંચ દક્ષિણમાં ર ઇંચ વરસાદ

રાજયના અનેક તાલુકાઓમાં ઝરમરથી ભારે વરસાદ...વાદળો છવાયા...

 વાપી તા. ર૪ : રાજયભરમાં જાણે ચોમાસાની સિઝનના શ્રી ગણેશ થતા હોય તેમ કેટલાક વિસ્તારોમાં ઘરાયેલા વતાવારણ વચ્ચેઝરમરથી ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૧૯ જીલ્લાના ૬૬ તાલુકાઓમાં ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મહેર મેઘરાજાએ પૂર્વ અને મધ્ય ગુજરાત પંથકમાં વરસાવી છે.

રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા.વરસાદ પ્રથમ ઉ.ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં અમીગઢ ૪૦ મી.મી. દિયોદર ૪૩ મી.મી. મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં વિજાપુર ૧૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૩૦ મી.મી. પ્રાંતિજ ૪૯ મી.મી. અને તલોદ પ૦ મી.મી. અરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાયડ ૩૯ મી.મી. મેઘરાજ પપ મી.મી.અને મોડાસા ૩૬ મી.મી. તથા ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં ગાંધીનગર ર૬ મી.મી. દેગામ ૪૩ મી.મી. અને  માણસા ૧૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સીટી રપ મી.મી. દગોજ ૩૦ મી.મી. ખેડા જીલ્લાના તાલુકાઓમાં કપવંજ પર મી.મી. કલ્યાણ ૭પ મી.મી.મહેમદાબાદ રર મી.મી. મહુવા ૧૭ મી.મી. તો નડિયાદ અને વલસાડ ૧ર-૧ર મી.મી.વરસાદ  નોંધાયેલ છે.

જયારે છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં નસવાડી ૧૬ મી.મી. સંખડા રર મી.મી. પાંચમહાલ જીલ્લાનાના તાલુકાઓમાં મોરવા ૧૧ મી.મી. મહીસાગર જીલ્લાનાતાલુકાઓમાં બાલાસિનોર રપ મી.મી. અને વિરપુર ૧૦ મી.મી. તો દાહોદ જીલ્લાના તાલુકાઓમાં ગરબડા ૧૦ મી.મી. અને જાલોદ ૧ર મી.મી. વરસાદ નોંધાયેલ છે.

(3:43 pm IST)