Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સુરત મનપાના કર્મચારીઓ કામના સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરશે તો શિક્ષાત્મક પગલા લેવાશે

મ્યુનિસિપલ કમિશનરનો મહત્વપૂર્ણ નિર્ણ્ય : પરિપત્ર બહાર પાડ્યો

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં સુરત મનપાએ કામના સમયે મોબાઇલ ફોન પર ગપાટા મારતા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે.

 સુરત મ્યુનિસિપલ કમિશનરે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં હવેથી સુરત મનપાના કર્મચારીઓ કામના સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરશે તો તેમની સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે.

કામના સમયે સુરત મનપાના કર્મચારીઓ ચેટિંગમાં વ્યસ્ત હોવાની વાતો સામે આવી હતી, જેને લઇ નાગરિકોના કામો અટવાઇ રહ્યા હતા અને નાગરિકો દ્વારા આને લઇ અનેક ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇ સુરત મ્યુનિસિપલ કમિશનરે કડક પગલું ભર્યું છે.

(2:19 pm IST)
  • મુલાયમસિંહની ફરીવાર તબિયત લથડી : મેદાંતા હોસ્પિટલમાં દાખલ access_time 1:04 am IST

  • ઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST

  • અમદાવાદના હાથીજણમાં ગઈરાત્રે ભારે વરસાદથી ખેતરની ઓરડી તૂટી પડતા ખેડૂતનું મોત access_time 5:43 pm IST