Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

દારૂબંધીનો ફાયદો ઉઠાવી ડિસ્ટ્રીબ્યુટર્સની બેફામ લૂંટઃ બોટલ પર કિંમત જ નહિઃપરમીટવાળા લાચાર

પરમીટના દારૂમાં ઉત્પાદક પાસેથી મળતા નફામાં પપ ટકાો નફો જાતે નકકી કરી નાખ્યોઃ ગ્રાહકો ઉપર ૧૩પ ટકાનો સીધો બોજો

અમદાવાદ તા. ર૪ :.. ગુજરાતમાં દારૂબંધીનો લાભ ડીસ્ટ્રીબ્યુટર્સ મેળવી રહ્યા છે કેમ કે, ગુજરાતની પ૦ પરમીટ શોપમાં વેચવામાં આવતા દારૂની બોટલ પર કોઇ જ કિંમત લખેલી હોતી નથી. જેથી ગુજરાતના કેટલાક ડિસ્ટ્રિબ્યુટર કાર્ટેલ રચી બેફામ નફાખોરી કરી રહ્યા છે. ડીસ્ટ્રીબ્યુટર્સે દારૂના ઉત્પાદક પાસેથી મળતા નફા ઉપરાંત જાતે જ પપ ટકા વધરાનો નફો સેટ કરી દીધો છે. જેથી ગુજરાતમાંથી દારૂ ખરીદવા પરમીટ હોલ્ડર અને વિદેશીઓને દારૂ પર ૬પ ટકા વેટ, પપ ટકા પરમીટ શોપનો નફો, રિટેલ દુકાનનો નફો સહિત ૧૩પ ટકાનો ડાયરેકટ બોજો પડી રહયો છે. નોંધનીય છે કે, દારૂની બોટલ પર કિંમત હોવી ફરજીયાત છે છતાં બોટલ પર કિંમત ન દર્શાવી સરકારના નિયમનું છડેચોક ઉલ્લંઘન કરાઇ રહ્યું છે.

દારૂની દુકાનમાં બે પ્રકારના લાયસન્સ હોય છે. જેમાં એફએલ-૧ (ફોરેન લિકર) અને એફએલ-ર. એફએલ-૧ માં જે જથ્થો દુકાનદાર હોલસેલમાં લાવે છે તેની એન્ટ્રી કરવામાં આવે છે. જયારે એફએલ-ર માં જે જથ્થો છૂટક (પરમિટ હોલ્ડર)  અથવા બીજી દારૂની દુકાનમાં આપવામાં આવે છે તેની એન્ટ્રી કરવામાં આવે છે. દારૂનો જથ્થો જે તે કંપનીમાંથી લેવામાં આવે તો વેપારીને ૭૦ ટકા સુધી નફો મળે છે પરંતુ ગુજરાતમાં કેટલાક હોલસેલર ડીસ્ટ્રીબ્યુટરોએ બેફામ નફાખોરી કરી શકાય તે માટે કાર્ટેલ (સાંકળ) રચી છે. આ કાર્ટેલને કારણે વેપારીને નફો ઓછો મળે છે. (પપ ટકા નફો) પરંતુ આ ડીસ્ટ્રીબ્યુટરો પાસેથી માલ લેવામાં આવે તો તેમાં કવોન્ટિટીનો પ્રશ્ન રહેતો નથી. જયારે ડાયરેકટર કંપનીમાંથી દારૂ મગાવવામાં આવે તો મોટી કવોન્ટિટીમાં મગાવો પડે છે અને બિલ્સ સહિતની મોટી જફા થાય છે. જેના કારણે દારૂની દુકાનના હોલ્ડરો કાર્ટેલ રચેલા ચાર ડીસ્ટ્રિબ્યુટર્સ પાસેથી જ માલ મગાવી લે છે. પરંતુ આ બધી સ્થિતીમાં ગ્રાહકો ખાસ કરીને પરમિટ ધારકો પર મોટો બોજો પડે છે.

લઘુતમ કિંમત નકકી ન થતા હાલાકી

 તોલમાપ વિભાગે ઘણા મહિના પહેલાં પરમિટ શોપ્સ પર દરોડા પાડી દારૂની બોટલ ઉપર કિંમત કેમ નથી ? તેવા કારણસર શોપ માલિકોને લાખોનો દંડ ફટકારી દારૂની ફેકટરીઓને પણ કિંમત છાપવા નોટીસ આપી હતી. તેના જવાબમાં ફેકટરી માલિકોએ સરકારને ગુજરાતમાં લાગુ પડતા વેરા અને દુકાન માલિકના નફાની ટકાવારીની માગણી કરી હતી. કેમ કે લઘુતમ કિંમત માટે આ તમામ માહિતી હોવી જરૂરી હોય છે. જો કે તેની ફાઇલ સરકારમાં પડતર છે.

પરમિટ કરતાં બૂટલેગરો પાસેનો દારૂ સસ્તો

 સરકારે લિકર પરમિટ ધારકોને વેચવામાં આવતા દારૂના ભાવમાં (ડયુટી) ડબલથી વધુનો વધારો કર્યો છે અને છેલ્લા ઘણા મહીનાથી પરમિટ રિન્યુ પણ કરવામાં આવતી નથી. ભાવ વધારા બાદ પરમિટ ધારકોમાં એવી ચર્ચા ઊઠી રહી છે કે, પરમિટ લેવા માટે રોગી કલ્યાણ સમિતિમાં વર્ષના પૈસા આપવાના અને પરમીટ આવ્યા બાદ પણ આટલો મોંઘો દારૂ પડે ઉપરાંત કેટલીય માથાકૂટ એના કરતા તો બૂટલેગર પાસેથી દારૂ ખરીદવો સસ્તો પડે.

કેવી રીતે કાર્ટેલ રચી ભાવ નકકી થાય છે

દારૂનો પ્રકાર

એફએલ-૧

કિંમત

એફએલ-ર

કિંમત

સ્પે. ફ્રી

૬પ ટકા વેટ

ટોટલ

વેચાણ કિંમત

બિયર ૬પ૦ મી. માઇલ્ડ

૭૪.રપ

૪૦.૮૪

૯.૭પ

૮૧.૧૪

ર૦પ.૯૮

ર૧૦

બિયર ૬પ૦ મી. સ્ટોંગ

૧૦૪

પ૭.ર૦

૯.૭પ

૧૧૧.૧ર

ર૮ર.૦૭

ર૮૦

રીવેલ્યુએશન ડયુએટ જીન

૩૪પ

૧૮૯

૧૦૧.રપ

૪૧૩.૪૦

૧૦૪૯.૪૦

૧૧૦૦

હોઇસ્ટ ગોલ્ડ ટકીલા

૯૩૦

પ૧૧.પ૦

૧૦૧.રપ

૧૦૦ર.૭૯

રપ૪પ.પ૪

ર૬૦૦

અમૃત ટુ ઇન્ડીયન રમ

૬૭૦

૩૬૮.પ૦

૧૦૧.રપ

૭૪૦.૮૪

૧૮૮૦.પ૯

૧૯૦૦

મેજિક મુવમેન્ટ વોડકા

૩૩પ

૧૮૪.રપ

૧૦૧.રપ

૪૦૩.૩૩

૧૦ર૩.૮૩

૧૧૦૦

૧૦૦ પાઇપર ૧ર ચીયર્સ

૧૦૬૦

પ૮૩

૧૦૧.રપ

૧૧૩૩.૭૬

ર૮૭૮.૦૧

ર૯૦૦

પાસપોર્ટ સ્કોચ

૭૭૦

૪ર૩.પ૦

૧૦૧.રપ

૮૪૧.પ૯

ર૧૩૬.૩૪

ર૧૦૦

નોંધ : આ સિવાય પણ બીજી સંખ્યાબંધ પ્રોડકટ છે જેના ભાવ આ જ રીતે ગણવામાં આવ્યા છે. (પપ ટકા નફો)

(1:25 pm IST)
  • ઉતરી જર્મનીમાં બે યુરોફાઈટર જેટ અથડાતા એક પાયલોટનું મોત :જર્મન વાયુસેના મુજબ બે યુરોફાઈટર ઉતરી જર્મનીના મધ્યમાં દુર્ઘટનાગ્રસ્ત થતા એક પાયલોટનું હોત નીપજ્યું :આ યુદ્ધક વિમાન એયર કોમ્બેટ મિશન પર હતા access_time 1:13 am IST

  • જુલાઈના પ્રારંભે દિલ્હીમાં ચોમાસુ જામશેઃ આજે છુટોછવાયોઃ દિલ્હીમાં આજે છુટોછવાયો વરસાદ પડશે જયારે ભારે વરસાદ માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે તેમ સ્કાયમેટ જણાવે છે : દિલ્હીમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે access_time 11:41 am IST

  • જૂનાગઢ મહાનગર પાલિકાની 21મી જુલાઈએ ચૂંટણી :23મી જુલાઈએ મતગણતરી :ગાંધીનગર મનપાના વોર્ડ,ન,3ની પેટાચૂંટણી અને જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે પણ 21મી જુલાઈએ થશે મતદાન: 6ઠ્ઠી જુલાઈથી ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે :9મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ access_time 7:03 pm IST