Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સુપ્રિમમાં ચુકાદો તરફેણમાં આવે તો કોંગ્રેસ સિનીયરોને મેદાનમાં ઉતારશે

ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડિયા, શકિતસિંહ ગોહિલ તથા સિદ્ધાર્થ પટેલના નામો ચર્ચામાં: કાનૂની લડતમાં પછડાટ મળે તો કોંગ્રેસ સ્થાનિક નેતાઓને લડાવશેઃ એક મહિલા અને એક અન્ય નામ વિચારાશે

રાજકોટ, તા. ૨૪ :. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકની પેટાચૂંટણીમાં ૫મી જુલાઈએ યોજાવાની હોય કોંગ્રેસે કાનૂની લડત તથા ઉમેદવારોની પસંદગી માટે મથામણ આદરી છે. જો સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસની તરફેણમાં ચુકાદો આવે તો બે સિનીયર નેતાઓને નેતાઓને મેદાનમાં ઉતારાશે અન્યથા સ્થાનિક નેતાઓમાંથી એક મહિલા તથા એક અન્ય નામો ઉપર વિચારણા થશે.

 

સુપ્રિમ કોર્ટમાંથી સારા સમાચાર મળે તો સિનીયર નેતાઓ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલ તથા સિદ્ધાર્થભાઈ પટેલમાંથી પસંદગી કરાશે.

સુપ્રિમ કોર્ટમાં જો કોંગ્રેસની રીટ પીટીશનમાં પછડાટ મળે તો પ્રદેશના ૧ મહિલા આગેવાન સહિત બે લોકલ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારાશે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ તથા કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીની રાજ્યસભાની બેઠકો ખાલી પડતા યોજાનાર પેટાચૂંટણી માટે ભાજપે બન્ને નામો લગભગ નક્કી કરી લીધાનું મનાય છે ત્યારે કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણીને લઈને કવાયત તેજ કરી દીધી છે.

ટોચના કોંગી સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજયસભાની ચુંટણી માટે ભરરસિંહજી સોલંકીનું નામ ટોચ પર ચાલી રહ્યુ છે કોંગ્રેસે જો નામદાર સુપ્રિમ કોટમાં ચાલટી કાનુની લડતમાં કોંગ્રેસની તરફેણમાં ચુકાદો આવે તો ભરતસિંહ, અર્જુનભાઇ, શકિતસિંહ તથા સિધ્ધાર્થભાઇ જેવા સિનીયર નેતાઓમાંથી પસંદગી કરવા તરફ વિચારણા શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજસભાની ટૂંટણી માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ત્થા વિપક્ષી નેતા પરેશ ધાનાણીને યોગ્ય નિર્ણય કરવા હાઇકમાન્ડે જણાવી દીધુ છે.

કોંગ્રેસના સિનીયર અગ્રણી અહેમદભાઇ પટેલને તાજેતરમાંજ વિપક્ષી નેતા પરેશ ધાનાણી મળ્યા હતા અને રાજયસભા ચુંટણીને અનુલક્ષીને માર્ગદર્શન પણ મેળવ્યાના અહેવાલો મળ્યા છે.

પ્રદેશ નેતાઓએ રાજયસભાની ચુંટમઈને અનુલક્ષીને કાનુની જંગ અગે ત્થા જો અને તો વચ્ચે ઉમેદવારોની પસંદગી કરી ચુંટણી વ્યુહ માટેની  કવાયત આદરી દીધી છે.

(11:50 am IST)