Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સુરતના ડીંડોલીના યુવકની નવસારીના ફાર્મહાઉસમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા

છેલ્લા છ મહિનાથી બિલ્ડરે પગાર નહિ આપતા શેઠની વાડીમાં જ આપઘાત :જવાબદારોની ધરપકડની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા પરિજનોનો ઇન્કાર

સુરતના ડિંડોલીના એક યુવકે નવસારી નજીક એક ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

 મળતી વિગત મુજબ 42 વર્ષીય અમિત છેલ્લા 18 વર્ષથી સુરતના બિલ્ડરોને ત્યાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો અને બિલ્ડિંગ પ્રોજેકટ્સનું ધ્યાન રાખવા સાથે અન્ય કામો પણ કરતો હતો
બિલ્ડ઼રો તેને એટલુ કામ આપતા હતા કે, તે કામ કરવામાં જ તેનો અડધો પગાર વપરાઈ જતો હતો. એટલું જ નહીં છેલ્લા 6 મહિનાથી તો અમિતને પગાર પણ આપ્યો ન હતો. તો જમીન દલાલીના લાખો રૂપિયા પણ બિલ્ડરો ચાઉં કરી ગયા હતાં.

 

આર્થિક રીતે કંગાળ બની જતા અંતે કંટાળીને અમિતે નવસારીના ધામણ ગામે તેના શેઠની  વાડીમાં આત્મહત્યા કરી દીધી હતી. આ મામલે અમિતના પરિજનો અને મિત્રવર્તુળે જ્યાં સુધી ચારેય બિલ્ડરોની ઘરપકડ કરવામાં આવશે નહિં ત્યાં સુધી બોડી લેવાનો ઇન્કાર કર્યો છે.

(11:31 pm IST)
  • ઉતરી જર્મનીમાં બે યુરોફાઈટર જેટ અથડાતા એક પાયલોટનું મોત :જર્મન વાયુસેના મુજબ બે યુરોફાઈટર ઉતરી જર્મનીના મધ્યમાં દુર્ઘટનાગ્રસ્ત થતા એક પાયલોટનું હોત નીપજ્યું :આ યુદ્ધક વિમાન એયર કોમ્બેટ મિશન પર હતા access_time 1:13 am IST

  • મૂછે હો તો અભિનંદન જૈસી અભિનંદનની મૂંછને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા માંગ એરફોર્સના ગૌરવાન્વિત પાયલોટ અભિનંદનની મૂંછોને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં ઉઠાવી માંગ access_time 5:43 pm IST

  • હોમગાર્ડ રોકી રોન્ગ સાઈડમાં જતી કાર :ભાજપના નેતાએ માર્યો લાફો :બોનેટ પર ચડાવીને ઢસડ્યો : હરિયાણાના રેવાડીના ભાજપ નેતા સતીશ ખોડાની દબંગાઈ :હોમગાર્ડના જવાનને કારના બોનેટમાં ચડાવીને ઢસડ્યો access_time 1:18 am IST