Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સુરત અગ્નિકાંડ :મનપાના 32 ઈજનેરોએ રાજીનામાં ફગાવતા ખળભળાટ :પીએમ મોદી સહિતને રજૂઆત

અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ અને ધરપકડના ઘેરા પ્રત્યાઘાત

સુરતના સરથાણાના તક્ષશિલા આર્કેડના અગ્નિકાંડમાં 22 ભૂલકાના મોત થયા બાદ મનપાના અધિકારીઓ સામે પોલીસ ફરીયાદ અને ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે મનપાના 32 ઈજનેરોએ સાગમટે રાજીનામા ધરી દઈને વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર અને ગુજરાત સરકારમાં ઉચ્ચસ્તરે હાઈકોર્ટના વકીલ કુમારેશ ત્રિવેદી દ્વારા રજૂઆત કરાઈ છે

   સુરત મનપાના ટેક્નિકલ સ્ટાફે વકીલ કુમારેશ ત્રિવેદી હસ્તક કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સુરત પોલીસ દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ અંગે SMCના અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે અને જેલભેગા કરવામાં આવ્યા છે. આના કારણે SMCના અધિકારીઓ અને કર્મચારીઓનું મોરલ તૂટી ગયું છે. સાયન્ટીફિક લેવલે તપાસ કર્યા વિના ધરપકડ કરવામાં આવી છે.

 આ ઉપરાંતના ધરપકડ કરાયેલા અધિકારીઓ-કર્મચારીઓને મૂક્ત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રિટાયર જજ પાસે તપાસ કરાવી તક્ષશિલાની ઈમ્પેક્ટ ફી મંજુર કરવા માટે SMCના અધિકારીઓ જવાબદાર છે કે નહીં તેવી માંગ કરવામાં આવી છે. ટેક્નિકલ સ્ટાફ મહામંડળ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે.

ધરપકડને લઈ 32 જેટલા ઈજનેરોએ અનિચ્છાએ પણ સ્વૈચ્છિક રિટારયમેન્ટ એટલે કે રાજીનામા આપી દેવાની ફરજ પડી છે.

(11:22 pm IST)