Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ગુજરાતના કોન્ટ્રાકટરો માટે ભવ્ય જીસીએ ભવન બનશે

સદ્ભાવ અન્જિનિયર્સ દ્વારા ૩.૧૧ કરોડનું દાન : વૈષ્ણોદેવી સર્કલ પાસે આકાર પામનારા અદ્યતન જીસીએ ભવનમાં તમામ પ્રકારની અતિઆધુનિક સુવિધાઓ હશે

અમદાવાદ,તા. ૨૩  : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશન દ્વારા શહેરના યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે વાઈબ્રન્ટ સમીટ, મશીનરી એકઝીબીશન્સ અને એવોર્ડસ-૨૦૧૯ સમારંભનું રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રના રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિ વચ્ચે આજે ભવ્ય સમાપન થયું હતું. આ પ્રસંગે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેન અરવિંદભાઇ પટેલે બહુ મહત્વની અને મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના રાજયના આઠ હજારથી વધુ કોન્ટ્રાકટરોની સુવિધા અને સાનુકૂળતા માટે એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પર કરોડો રૂપિયાના ખર્ચે આશરે ૨૦થી ૨૫ હજાર ફુટના વિશાળ ક્ષેત્રફળમાં જીસીએ ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ ભવ્ય જીસીએ ભવન માટે દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર અને ગુજરાત સહિત દેશના તમામ કોન્ટ્રાક્ટર્સ અને આ ઇન્ડસ્ટ્રીઝને એક નવી રાહ ચીંધનાર સદ્ભાવ એન્જીનીયર્સ પ્રા.લિના સ્થાપક એવા સ્વ.વિષ્ણુભાઇ એમ.પટેલના પરિવાર તરફથી રૂ.૩.૧૧ કરોડનું દાન એસોસીએશનને અર્પણ કરવામાં આવ્યું છે. એસોસીએશન તરફથી સદ્ભાવ એન્જીનીયર્સ પ્રા.લિના સ્વ.વિષ્ણુભાઇ પટેલના પુત્ર સચિનભાઇ પટેલ અને પરિવારના અન્ય સભ્યોનો આભાર અને ઋણ વ્યકત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેન અરવિંદભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી જીસીએની કામગીરી એક નાની ઓફિસમાં ચાલી રહી હતી અને રાજયના કોન્ટ્રાકટર્સને તેનાથી ઘણી અગવડ અને મુશ્કેલીઓ પડતી હતી. એસોસીએશન સતત નવા ભવનના નિર્માણ માટે વિચારશીલ હતુ પરંતુ ગુજરાતના ગૌરવવંતા કોન્ટ્રાકટર્સ એવા સદ્ભાવ એન્જીનીયર્સ પ્રા.લિના સ્થાપક સ્વ.વિષ્ણુભાઇ પટેલના પરિવારજનો તરફથી દાતા તરીકે આગળ આવી જીસીએ ભવનના નિર્માણકાર્યને જાણે સરળ અને સહજ બનાવી દીધુ છે. એસોસીએશન તરફથી સદ્ભાવ એન્જીનીયર્સના સચિનભાઇ પટેલ અને અન્ય પરિવારજનોને સન્માનપત્ર એનાયત કરી તેમનો આભાર માની ઋણ વ્યકત કરવામાં આવ્યું હતું. આપણા કોન્ટ્રાકટર્સ એસોસીએશનના સભ્યોની સંખ્યા વધતી જતી હોવાથી આગામી દિવસોમાં કરોડો રૂપિયાના ખર્ચે જીસીએ ભવનનું નિર્માણ હાથ ધરવામાં આવશે. જેમાં અત્યાધુનિક લેબોરેટરી, કોન્ફરન્સ હોલ, ઓફિસ અને ગેસ્ટહાઉસ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના તમામ સભ્યો નીતિમત્તાના ધોરણે કામ કરે છે, પરંતુ હવે આગામી સમયમાં વૈશ્વિક હરિફાઈ કરવા આપણે ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગથી આપણી આવડતને અપગ્રેડ કરી ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્ય સમયસર અને કિંમતમાં સસ્તા થાય તે માટે સજાગ બનવું પડશે. આપણે સૌ દેશની વિકાસશીલ રાષ્ટ્ર નિર્માણની પાયાની ધરોહર છીએ, તે વાત કોન્ટ્રાકટરોએ ભૂલવી જોઇએ નહી.

(9:23 pm IST)
  • ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ વરસાદની આવન-જાવન ચાલુ રહેશેઃ હવામાનની સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે અમદાવાદમાં ખૂબ સારો વરસાદ પડી ગયોઃ ગુજરાતમાં આવતા ત્રણ- ચાર દિવસ વરસાદની આવન- જાવન ચાલુ રહેશેઃ જયારે કચ્છમાં છુટોછવાયો વરસાદ પડશે access_time 11:41 am IST

  • રાજયસભાની ચૂંટણીના ૫ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર મનીષ દોશી, બાબુભાઈ પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા સહિત ૫ નામો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો કરશે મંથન access_time 5:39 pm IST

  • અમદાવાદના હાથીજણમાં ગઈરાત્રે ભારે વરસાદથી ખેતરની ઓરડી તૂટી પડતા ખેડૂતનું મોત access_time 5:43 pm IST