Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

વડોદરામાં સગીરાનું ધર્મપરિવર્તન માટે બ્રેઈનવોશ કરી આચર્યું દુષ્કર્મ :ચકચાર

સગીરા ઘરમાં નમાજ પણ પઢતી:14 વર્ષની કિશોરીની શારીરિક છેડછાડ અને અકુદરતી સેક્સ પણ માણ્યું

વડોદરા : વડોદરામાં ધર્મપરિવર્તન માટે બ્રેઇનવોશ કરીને દુષ્કર્મ આચર્યાનો ચકચાર મચાવતો કિસ્સો બહાર આવ્યો છે મંજલપુરાની ધોરણ 10માં ભણતી 14 વર્ષની સગીરાને તોસીફ નામના યુવક સાથે 3 મહિના પહેલા પરિચય થયો હતો. તેમની ઓળખાણ બોર્ડની પર પરીક્ષા દરમિયાન થયો હતો. મોબાઇલ નંબરની આપલે કરી હતી.સોશિયલ મીડિયા મારફતે સંપર્ક વધારે વધ્યો હતો

 . યુવકે સગીરા સાથે મિત્રતા કેળવીને ધર્મ પરિવર્તન કરાવવા સતત બ્રેઈનવોશ કરતો હતો. સગીરાને વિવિધ બગીચાઓમાં બોલાવીને શારીરિક છેડછાડ કરતો અને અકુદરતી સેક્સ પણ માણ્યું હતું. સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરુ કરી હતી. આ જ યુવકે 2 વર્ષ પહેલાં પણ હિન્દુ સગીરા સાથે શારિરીક છેડતી અને ધમકી આપવા સહિત પોસ્કોનો ગુનો નોંધાયો હતો. તે વખતે તે સગીર હોવાથી જલ્દી છુટી ગયો હતો.
  માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાની માતાએ પોલીસમાં તોસીફ ઇમરાનખાન (રહે, સાંઇ દર્શન એપા.ચિત્રકુટ સોસા.માંજલપુર) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમની 14 વર્ષની પુત્રી આ જ વિસ્તારની ખ્યાતનામ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તોસીફ ખાને છેલ્લા 3 માસથી તેમની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરા જયારે સ્કુલમાં જતી હતી ત્યારે તેનો પીછો કરતો હતો અને તેની સાથે મીઠી મીઠી વાતો કરતો હતો. જે બાદ તેને રોજ બગીચાઓમાં બોલાવતો હતો. તેની સાથે શારિરીક છેડછાડ કરી શોષણ પણ કરતો હતો

 . યુવકે લગ્નની લાલચ પણ આપી હતી અને ત્યારબાદ તેને મુસ્લીમ ધર્મ અંગીકાર કરવા બ્રેઇન વોશ કર્યું હતું. સગીરાની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તોસીફે તેમની પુત્રીનું બ્રેઇન વોશ કરતાં તેમની પુત્રીએ ઘરમાં જ નમાજ પઢવાનું શરું કર્યું હતું અને તે રોજા પણ રાખતી હતી.
જ્યારે આ અંગેની જાણ થતાં સગીરાની માતાએ તોસીફને આવું ન કરવા કડક શબ્દોમાં ખખડાવ્યો પણ હતો. ત્યારે તોસીફે તેમને ધમકી આપી હતી કે તમારી પુત્રીને હું પત્ની બનાવાનો છું અને તેને છોડવાનો નથી. તમારાથી થાય તે કરી લો. જો હવે પછી છોડવાનું કહ્યું તો તમારી પુત્રીને ભગાડી જઇશ અને તમારુ ખુન કરી દઇશ. તોસીફ હાલ 19 વર્ષનો છે અને 12માં ધોરણમાં અભ્યાસ કરે છે.
સગીરાની માતાએ પોલીસને જણાવ્યું હતું કે તોસીફ રોજ તેમની પુત્રીને અલગ અલગ બગીચામાં લઇ જઇ શારિરીક છેડતી કરતો હતો. સગીરાની છેડતી કરતા સમયનો મોબાઇલમાં વિડીયો બનાવી ટિક ટોક અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ પણ કર્યા હતા

(8:23 pm IST)
  • BSNL પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથીઃ કંપની ઉપર ૧૩૦૦૦ કરોડની છે જવાબદારી : ભારત સંચાર નિગમની હાલત ડામાડોળઃ કંપની પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથી જેની રકમ થાય છે રૂ. ૮પ૦ કરોડઃ ડીસે. ર૦૧૮ ના અંત સુધીમાં રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધુનું પરિચાલન નુકસાન વેઠવું પડયું હતું access_time 3:50 pm IST

  • મૂછે હો તો અભિનંદન જૈસી અભિનંદનની મૂંછને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા માંગ એરફોર્સના ગૌરવાન્વિત પાયલોટ અભિનંદનની મૂંછોને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં ઉઠાવી માંગ access_time 5:43 pm IST

  • જૂનાગઢ મહાનગર પાલિકાની 21મી જુલાઈએ ચૂંટણી :23મી જુલાઈએ મતગણતરી :ગાંધીનગર મનપાના વોર્ડ,ન,3ની પેટાચૂંટણી અને જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે પણ 21મી જુલાઈએ થશે મતદાન: 6ઠ્ઠી જુલાઈથી ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે :9મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ access_time 7:03 pm IST