Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સુરતના સરથાણામાં રાજભા ગઢવી-અલ્પા પટેલના ડાયરામાં લોકોએ તકિયા ઉછાળ્યા : હુરિયો બોલાવ્યો

નોટોનો વરસાદના સાથે મસ્તીએ ચડેલા મનપસંદ ગીતો માટે હુરિયો બોલાવ્યો :તકિયા ઉછાળ્યા

સુરતના સરથાણા વિસ્તારમાં ગત રાત્રે યોજાયેલા લોકડાયરામાં લોક સંગીતના કલાકાર રાજભા ગઢવી અને ગાયિકા અલ્પા પટેલના ડાયરામાં લોકોએ નોટોની સાથે તકિયા ઉછાળ્યા હતા. લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો જ્યારે પોતાના મનગમતા ગીતોની ફરમાઇશ પુરી ન થતાં લોકોએ હુરિયો બોલાવ્યો હતો અને તકિયા ઉછાળ્યા હતા
  ડાયરામાં ઘોર કરવાની પ્રથા છે, જેને શખાવત કહેવાય છે, આ પ્રથા મુજબ સેવા કાર્ય માટે યોજાતા ડાયરાના માધ્યમથી અનુદાન એકત્રિત કરવામાં આવે છે, જેના ઉપલક્ષમાં તમામ ડાયરામાં પૈસાનો વરસાદ થતો હોય છે, ત્યારે ગત રાત્રે સુરતમાં યોજાયેલા ડાયરામાં પણ લોકોએ મન મકૂીને પૈસા ઉડાવ્યા હતા

સુરતના સરથાણા વિસ્તારમાં ગૌશાળાના લાભાર્થે ડાયરો યોજાયો હતો. ડાયરામાં આવેલી શખાવતની રકમથી ગૌશાળા બાંધવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રકારે લોકોએ હુરિયો બોલાવ્યો ત્યારબાદ વાતાવરણ ગરમાયું હતું જોકે, આ ઘટનામાં કોઈને ઇજા થઈ નથી.

(8:15 pm IST)
  • મનોજ તિવારીને ધમકી આપનાર શખ્શની ધરપકડ :આરોપીએ પ્રખ્યાત થવા ધમકી આપ્યાનું રતન :દિલ્હી ભાજપના પ્રમુખ ને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર વિશ્વજીત નામના શખ્શને ઝડપી લેવાયો access_time 12:50 am IST

  • ઇન્ડોનેશીયામાં ૭.પની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી નથી access_time 11:40 am IST

  • ઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST