News of Sunday, 24th June 2018

અનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે સફળતા મેળવી : બેંગ્લોરથી બંને શખ્સને પકડી પડાયા બાદ પુછપરછ શરૂ

અમદાવાદ,તા.૨૪ : સંખ્યાબંધ લૂટ, ઘરફોડ તથા ફોરવ્હીલ ચોરી કરનાર રાજસ્થાનની ગેંગના બે આરોપીઓને ચોરી કરવામાં આવેલી ગાડી સાથે બેંગ્લોરમાંથી ઝડપી પાડવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે સફળતા મેળવી છે. ઝડપાયેલા શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે. એક શખ્સની પહેલા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની પુછપરછના આધારે બીજા બેને પકડી પાડવામાં આવ્યા છે. આ બંનેને બેંગ્લોર ખાતેથી પકડી પડાયા છે. ઝડપાયેલાઓની ઓળખ દિનેશગીરી ઉર્ફે બાપજી અને અશોક ઉર્ફે ભોલારામનો સમાવેશ થાય છે. તેમને ચોરીની કાર સાથે પકડી પડાયા છે. ગાડી ચોરીની ફરિયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. આરોપી અરવીદસીગ ૨૦૧૬માં રાજસ્થાન પોલીસ પર ફાયરીંગ કરી કેદી જાપ્તાના કેશના આરોપી સુરેન્દ્રસિંહને ભગાડી ગયો હતો. તે સિવાય ધાનેરામાં ૨૦૧૬-૧૭માં બેંકની લૂંટમાં પકડાયેલ હોય જે ગુન્હામાં ડીસા સબ જેલ ખાતે જેલ તોડી ભાગી ગયો હતો. આરોપી અરવિદસિંહ રાજસ્થાન શીવગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યા કરીને પોલીસ પર ફાયરીંગ કરીને પણ નાસી છુટ્યો હતો. જ્યારે આરોપી દિનેશ ઉર્ફે બાબજી ૨૦૦૨માં હત્યા કરવાના ગુન્હામાં વડગામ તથા અલગ અલગ ગુન્હામાં નાસતો ફરતો હતો. ત્યારે આરોપી અશોક દેવસી ૨૦૧૩માં કૈલાશ મેઘવાલ તથા મુકેશ માળી સાથે બે ઘરફોડમાં ઝાલોર ખાતે તથા ૨૦૧૪માં કૈલાશ મેઘવાલ તથા મુકેશ તે સિવાય ચોરીના ગુન્હામાં નાસતો ફરતો હતો.

કઇ કઇ જગ્યાએ લૂંટ કરી

બેંગ્લોરથી ઝડપાયેલા શખ્સો ઘણા બનાવમાં સામેલ

        અમદાવાદ,તા.૨૪ : સંખ્યાબંધ લૂટ, ઘરફોડ તથા ફોરવ્હીલ ચોરી કરનાર રાજસ્થાનની ગેંગના બે આરોપીઓને ચોરી કરવામાં આવેલી ગાડી સાથે બેંગ્લોરમાંથી ઝડપી પાડવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે સફળતા મેળવી છે. ઝડપાયેલા શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે. પ્રાથમિક પુછપરછ દરમિયાન આ શખ્સોની ગુનાહિત પ્રવૃત્તિ અંગે માહિતી મળી છે જે નીચે મુજબ છે.

*     ચારેક માસ પહેલા અરવિદસિંગ તથા બાપજીનાઓ ગાડીમાં લીફટ લઈ અમદાવાદ આવતા રસ્તામાં આવતા રસ્તામાં પ્રાતિજ પાસે ડ્રાઈવરને તમંચો બતાવીને તેને આગળ ઉતારીને ગાડીની લુટ કરી નાસી ગયા હતા

*     ઉદેપુરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ખાતે રાત્રીના સમયે બે કર્મચારીઓને દેશી તમંચો બતાવી ૩૪,૦૦૦ની લૂટ કરી નાસી છુટ્યા હતા

*     પ્રતાપ, દિનેશ, અરવિદસિંગ, વિક્રમસિંગ અને મગન વગેરેનાઓને ચાણસ્મા ખાતે આગડીયા પેઢીમાં સવારે એક કર્મચારી હાજર હતો. તેને અરવિદસિંગે દેશી તમંચો બતાવી ૬૪,૦૦૦ રોકડાની લૂંટ કરી હતી

*     પાંચેય આરોપી ગાડી લઈ બાપજીએ હાઈવે પર પેટ્રોલ પંપ ખાતે લુટ કરી હતી અને રાત્રેમંડાર ખાતે આવેલ હાઈવે ઉપરના પેટ્રોલ પંપ પર હવામાં ફાયરીંગ કરી રોકડા ૬૦,૦૦૦ની લુંટ કરી હતી. લુંટ કર્યા બાદ ગાડી પેટ્રોલ પંપના પાસેના ખાડામાં ફસાઈ જતા ગાડી ત્યાંજ મુકી દીધી હતી

*     હિંમતનગરથી અરવિંદ, પ્રતાપ અને બાબજીએ ગાડીમાં લીફ્ટના બહાને ગાડી માલિકને હથિયાર બતાવી ગાડી લૂંટી દીધી હતી

*     પ્રતાપ તથા અરવિંદસીગ તથા પિન્ટુસિંગ રાજપુત અને બાબજી અમદાવાદ ખાતે આવેલ શ્રીનાથ જવેલર્સ નામની દુકાનમાં રાત્રીના સમયે હથિયાર બતાવી સોનાના દાગીનાની લૂંટ કરી હતી.

*     પ્રતાપ, બાપજી અને અરવિંદસિંગે વડગામ ખાતે દુધ મંડળીના કર્મચારીને લૂંટી લેવા માટે રેકી કરી હતી. જેમાં ગાડી બંધ પડી જતાં તે ગાડી વડગામથી દુર ગાડી ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી

*     મહેસાણા વિજાપુર તરફ લૂંટ કરવા માટે ગાડી ભાડે કર્યા બાદ બાપજીએ આગડીયા પેઢીની દુકાન સામે ગાડી ઉભી રાખી રેકી કરી હતી. મેઈન રોડ ઉપર ચાલતા આવી રોડ ઉપર પડેલ જેમાં હાજર ડ્રાઇવરને બાપજીએ તમંચો બતાવી ડ્રાઈવરને પાછળની સીટ ઉપર બેસાડી વિજાપુર વિસ્તારમાં ફેરવેલ અને ડ્રાઈવર પાસેથી રોકડા રૂપિયા અને એટીએમ કાર્ડ વડે ૧૦,૦૦૦ કાઢીને ફરાર થઈ ગયો હતો

*       પ્રતાપ, અરવિંદસિંગ અને બાપજી તથા અરવિદસિંગનો મિત્ર બન્ના તરીકે ઓળખાતા એક વ્યક્તિને બોલાવ્યો હતો. વિજાપુર ખાતે રેકી કરી આગડીયા પેઢીમાં જઈ રીવોલ્વર બતાવી રોકડા રૂપિયા ૧,૨૩,૦૦૦ની લૂંટ કરી હતી.

(9:18 pm IST)
  • આપને જાણીને નવાઈ લાગશે કે, ઉત્તર અમેરિકાના દરિયામાં જોવા મળતા હોર્સશેઉ ક્રેબના નામથી ઓળખાતા કરચલાના લોહીની કિંમત 10 લાખ રૂપિયા પ્રતિલીટર છે. જી હા આ કરચલાનું લોહી એટલા માટે મોંઘુ છે કેમ કે તેનો ઉપયોગ માણસના શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને શોધવા માટે થાય છે. જેથી તે માણસ માટે અમૃત સમાન છે. આ કરચલાનું લોહી લાલ નહિં પરંતુ વાદળી રંગનું હોય છે. access_time 12:52 am IST

  • UK-India Week 2018 - શિલ્પા શેટ્ટી - ગ્લોબલ ઈન્ડિયન આઈકન : યુકે અને ભારત વચ્ચે વિનિંગ પાર્ટનરશીપની ઉજવણી કરવા માટે બીજો વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. 2018 ઈવેન્ટમાં એવા વ્યક્તિઓ અને સંગઠનો કે જેમણે આ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યુ તેમની સ્વીકૃતિ અને ઉજવણી કરવામાં આવી. ગ્લોબલ ઈન્ડિયન આઈકન એવોર્ડ શિલ્પા શેટ્ટી કુંદ્રાને આપવામાં આવ્યો. access_time 12:53 am IST

  • ભાવનગર જિલ્લાનાં 9 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા કલેક્ટરની દરેક અધીકારીઓને સૂચના access_time 12:59 am IST