Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

પંચમહાલ: હાલોલના સફાઈ કામદારોની હડતાલથી ગંદકીનું સામા્જય: વરસાદી માહોલામાં જો હડતાલ નહિ સમેટાય તો રોગચાળાનો ભય

પંચમહાલ જિલ્લાના હાલોલ નગર પાલિકાના 125 રોજમદાર સફાઈ કામદારો છેલ્લા દિવસથી હડતાલ ઉપર ઉતરી જતા હાલોલ નગર ગંદકીમાં ગરકાવ થયું છે. સમાન કામ સમાન વેતન સહિતની વિવિધ પડતર માંગોને લઇ હાલોલ નગરપાલિકામાં ફરજ બજાવતા 125 જેટલા રોજમદાર સફાઈ કામદારો હડતાળ ઉપર ઉતર્યા છે.

જેના કારણે હાલોલ નગર ગંદકીમાં ગરકાવ થયું છે. છેલ્લા પાંચ દિવસથી નગરમાં સફાઈ કામગીરી થવાના કારણે વિસ્તારમાં મોટા પાયે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ હાલોલ નગરમાં મોટાપાયે ગંદકી ફેલાઇ છે. જેના કારણે નગરમાં રોગચાળો ફેલાય તેવી દહેશત લોકોમાં વર્તાઈ રહી છે. હાલોલ પાલિકા સત્તાધીશો અને સફાઈ કામદારો વચ્ચે ચાલી રહેલ વિવાદનો અંત વહેલીતકે આવે તેવી માંગ નગરના લોકો કરી રહ્યાં છે.

એક તરફ સફાઈ વેરા પેટે નગરજનો પાસેથી મોટી રકમ વસુલવામાં આવે છે છતાં સફાઈ કામદારોને સમયસર પગાર ચુકાવવામાં આવતો હોવાનો આક્ષેપ સફાઈ કામદારો કરી રહ્યાં છે. નવાઈ પામવા જેવી વાત છે કે 9 વોર્ડ ધરાવતી હાલોલ નગર પાલિકામાં માત્ર એક કાયમી સફાઈ કામદાર છે તે પણ નિવૃત્તિના આરે છે.

(9:08 pm IST)