Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેન આડેનું ગ્રહણ હટતુજ નથી : નારાજ ખેડૂતોઅે અમદાવાદથી વાપી ખેડૂતો સંપર્ક અભિયાન હાથ ધર્યુ : ખેડૂતોની જમીન માટે માર્કેટ ભાવ આપવાની હઠ

અમદાવાદ: અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં નારાજગી છે ત્યારે ગુજરાત ખેડુત સમાજ દ્વારા અસરગ્રસ્તો ખેડૂતો સાથે અમદાવાદથી વાપી ખેડૂત સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કામરેજના કઠોર ખાતે ખેડૂતોની મીટીંગ મળી હતી જેમાં ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે લડી લેવાની તયારી બતાવી હતી. જો તેમણે માર્કેટ ભાવ નહી મળે તો, ખેડૂત સંપર્ક અભિયાનમાં રાજ્ય સભાના કોંગી સાંસદ અમીબેન યાજ્ઞિક પણ હાજર રહ્યા હતા અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.

કામરેજના કઠોર ખાતે ગલીયારા હાઇસ્કુલના હોલમાં ખેડૂત સંપર્ક અભિયાન હેથળ મીટીંગ મળી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા રાજ્યના ૧૯૨ ગામો અને ૨૫૦૦ પરિવારો અને ૧૦૦૦ હજાર હેક્ટર જમીન ને અસર થવાની છે. ત્યારે ખેડૂતો બુલ;એટ ટ્રેનનો વિરોધ કરી રહ્યા છે.ખેડૂતો ની માંગ છે કે માર્કેટ ભાવ સરકાર જમીનના નહી આપે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ને કોઈ સંજોગોમાં ગુજરાતમાં સાકાર થવા દેવાના નથી.

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે મીટીંગમાં હુંકાર કરતા કહ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો વાધા જાપાન સરકારને મોકલી વિરોધ નોંધાવશે. જ્યારે ખેડૂતોનો વિનામૂલ્યે કેશ લડતા હાઇકોર્ટના સીનીયર વકીલ આનંદ યાજ્ઞિક કહ્યું હતું કે વિકાસ સામે વાંધો ના હોય પણ ખેડૂતોનું વિકાસના નામે શોષણ થવું જોઈએ નહી. સરકારે માર્કેટ ભાવ ખેડૂતોને આપવા જોઈએ અને જો સરકાર મનમાની કરશે તો કોર્ટ રહે લડી લેવાની તયારી બતાવી હતી.

કામરેજના કઠોર ખાતે જનસંપર્ક અભિયાન હેઠળ મળેલી મીટીંગમાં રાજ્ય સભાના કોંગી સાંસદ અમીબેન યાજ્ઞિક હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે વિકાસ તો યુપીએના શાસનમાં થયો હતો પણ હવે વિનાશ થઇ રહ્યો છે. ખેડૂતોનું ચારે દીશામાંથી સરકાર શોષણ કરી રહી છે. જગતનો તાત દુખી છે. સરકાર ચુંટણી આવે એટલે યોજનાઓ જાહેર કરે પણ હવે ખેડૂતો જાગી ગયા છે. ત્યારે બુલેટ ટ્રેનના વિરોધમાં ખેડૂતો અવાજ ઉઠાવે ત્યારે અવાજ દબાઈ નહી જાય માટે કોગ્રેસ પણ ખેડૂતો સાથે છે.

બુલેટ ટ્રેન સામાન્ય માણસને ઉપયોગી નથી. પણ સરકાર ખેડૂતોની છાતી પર બુલેટ ટ્રેન ચલાવવા માંગે છે ખેડૂત વરસોથી બલિદાન આપતો આવ્યો છે પણ આજદિન સુધી કોઈ સરકારની યોજના ખેડૂત માટે ઉપયોગી બની નથી.

(11:40 pm IST)