Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

સુરતના હીરાના વેપારીની 13 વર્ષની પુત્રીએ વૈભવી જીવનને અલવિદા કરીને દીક્ષા અપનાવી : પુત્રી વૈષ્‍ણવીના નિર્ણયથી સમગ્ર મહેતા પરિવારમાં ખુશીની લહેર

હાલમાં સુરતના હીરા વેપારીના પુત્ર દિપેશ શાહ દીક્ષા લઈ જૈન મુનિ બની ગયા, ત્યારે આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના હીરા વેપારીની માત્ર 13 વર્ષની પુત્રી પોતાના આલિશાન વૈભવી જીવનનો ત્યાગ કરીને સંયમ પથ ઉપર ચાલવા જઈ રહી છે. અડાજણ વિસ્તારમાં રહેતી અને માત્ર 13 વર્ષની ઉંમર ધરાવતી વૈષ્ણવી મહેતા સંસારની મોહ- માયા છોડીને ભગવાને ચીંધેલા પંથ પર પોતાનું જીવન વ્યતિત કરવાનું નિર્ણય કર્યું છે. વૈષ્ણવી ના પરીવાર પણ તેના નિર્ણય થી ખુશ છે અને તેઓ ઉત્સાહ પુર્વક વિદાય આપી હતી.

જૈન સમાજમાં દિક્ષા લેવાનું મહત્વ ખુબ હોય છે. તેજમ જૈન સમાજના લોકો પોતાનો ઘર- સંસાર છોડી દઈને ત્યાગી જીવન જીવીને પોતાનું આજીવિકા ભગવાનના ચરણોમાં સમર્પિત કરી છે. છે ત્યારે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ડાયમંડ વેપારી હિતેષભાઈ મહેતાની માત્ર 13 વર્ષની સુપુત્રી ઘર-બાર છોડીને ભગવાનના બતાવેલા પંથ પર જવાનો નિર્ણય કર્યો છે જેના નિર્ણયને તેના સમાજના તમામ લોકોએ પણ વધાવ્યો છે. ત્યાપે હિતેષભાઈ અને તેમની પત્ની પાયલબેન મહેતાને સંતાનમાં માત્ર બે પુત્રી છે તેમાંથી  એક પુત્રી વૈષ્વી 13 વર્ષની ઉંમર ધરાવે છે.

વૈષ્ણવી મહેતાએ ધરની તમામ સુખ- સુવિધાઓ છોડવાનો મકકમ નિર્ણય કર્યો છે. અને ભગવાને બતાવેલા કઠીન માર્ગ પર જવા અડગ રહી છે. જેથી તેના પરીવારજનો અને સમાજના લોકો પણ ગર્વ અનુભવી રહયા છે. વૈષ્વી મહેતાએ જમાવ્યું હતુ કે સંસારની મોહ-માયા માત્ર ક્ષણભંગુર છે જેથી હું મારા આત્માની શાંતિ માટે ભગવાનના ચીંધેલા માગ્ર પર જઈ રહી છું વૈષ્વી મહેતા સાથે 21 વર્ષિય સુરભી પણ દીત્રા ધારણ કરી સંસારની મોહમાયાને અલવિદા કરી છે.

(9:04 pm IST)