Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

સાબર ડેરીઅે કરેલા ભાવ વધારાથી પશુપાલકો વિફર્યા ઠેર ઠેર વાહનોથી કર્યા ચક્કાજામ : 200થી વધુની પોલીસે કરેલી અટકાયત

અરવલ્લીમાં દૂધઉત્પાદકો દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરાયા છે, ક્યાંક રસ્તા પર ટાયરો બાળીને તો ક્યાંક ચક્કાજામ કરીને વિરોધ કરાયો હતો. સાબર ડેરીમાં દૂધમાં ભાવ વધારાની માંગ સાથે દૂધ ઉત્પાદકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેને કારણે ઠેકઠાકાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અરવલ્લીના મોડાસાની ડુંગરવાળા ચોકડી પાસે પશુપાલકોએ ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. સાબરડેરી ખાતે પશુપાલકો દ્વારા આજે દેખાવો યોજવાનું હતું, ત્યારે તમામ દૂધ ઉત્પાદકોને સાબરડેરી જતા અટકવાતા તેમણે ચક્કાજામ કર્યો હતો.

તો બીજી તરફ, સાબરડેરી સામે અરવલ્લીમાં દૂધ ઉત્પાદકોએ ચક્કાજામ કર્યો હતો. શિણોલ, શિકા ચોકડી ખાતે ખેડૂતોએ વાહનો રસ્તામાં મૂકી ચક્કાજામ કર્યો હતો. અરવલ્લીમાં હજારો ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી 250 લોકોની અટકાયત કરી હતી, જેઓએ સાબર ડેરી જવાનો પ્રયાસ કર્યો હતો.

જિલ્લા પોલીસ દ્વારા મામલે અગાઉથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. હિંમ્મતનગરમાં 4થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકાયો હતો. સાબરડેરી ખાતે આવવાના તમામ રસ્તાઓ બ્લોક કરી દેવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, પશુપાલકોને દૂધના નફામાં 3 ટકા નક્કી થતા તેઓ રોષે ભરાયા હતા. દૂધમાં નફો વધારવાની માંગ સાથે સાબર ડેરીના વિરોધના વીડિયો વાઈરલ થયો હતો. જેમાં રવિવારે સાંબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોને આહવાન કરાયું હતું. તો બીજી તરફ, વાઈરલ વીડિયોને લઈને SP 144ની કલમ લગાવી હતી. મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 750 પોલીસકર્મી સહિત 200 હોમગાર્ડના જવાન તૈનાત કરાયા હતા.

મામલે સાબરડેરીના ચેરમેન જેઠાભાઈ પટેલે કહ્યું હતું કે, ગત વર્ષે નફો 9% આપવામાં આવ્યો હતો. તે સમયે દૂધની બનાવટના ભાવ ઉંચા હતા. વખતે બનાવટના ભાવ ઓછા હોવાથી ઓછો નફો આપવામાં આવ્યો છે. હકીકતમાં, સાબરડેરીની ચૂંટણી આવી રહી છે એટલે એક પ્રકારનું કાવતરું છે. ગુજરાતમાં દૂધ ઉત્પાદકોને સારા ભાવ અપાય છે. મુદ્દો રાજકીય બનાવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં પશુપાલકોને ન્યાય આપવામાં આવશે. હાલ વિશ્વ લેવલે દૂધની બનાવટમાં મંદી છે.

(9:03 pm IST)