Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

દાહોદમાં દાતણ કરતી મહિલા પર વીજળી પડતા મોત, પતિ દાઝી ગયો

દાહોદઃ ઝાલોદ તાલુકાના ખરસોડા ગામમાં મહિલા પર વીજળી પડવાના કારણે તેનું મોત થયું છે, જ્યારે આ ઘટનામાં એક પુરુષ દાઝી જવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રાજ્યમાં શનિવાર શરુ થયેલા કડાકા-ભડાકા સાથે વરસાદમાં મહિલા પર વીજળી પડવાની ઘટના બની હતી જેમાં મહિલા દાતણ કરી રહી હતી તે દરમિયાન તેના પર વીજળી પડવાની ઘટના બની હતી.

ઝાલોદના ખરસોડમાં કીર્તનભાઈ ડામોરના પત્ની કેમીલાબેન શનિવારે સાંજના સમયે ઘર આંગણે દાતણ કરી રહ્યા હતા એવામાં આકાશમાં વીજળીના કડાકા ભડાકા શરુ થઈ ગયા હતા આ દરમિયાન 22 વર્ષના કેમીલાબેન પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે તેમના પતિ તેમની નજીકમાં હતા અને તેમને પણ વીજળી પડવાની અસર થતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા છે.

વીજળી પડવાના કારણે દાઝી ગયેલા કેતનભાઈ ડામોરને તેમના પરિવારજનોએ 108 દ્વારા સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડ્યા છે. બનાવની જાણ તથા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને કેમીલાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમડીના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મોકલ્યો હતો.

અચાનક વીજળી પડવાની ઘટનાના કારણે 22 વર્ષીય મહિલાનું મોત થતા અને પતિ ગંભીર રીતે દાઝી જવાના કારણે પરિવારમાં શોકમય માહોલ પ્રસરી ગયો છે.

(5:42 pm IST)