Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

નવસારીમાં ટ્રાફિક નિયમોની જનજાગૃતિ માટે ‘કેશલેસ’ ડાયરો યોજયો છતાં ૧.ર૮ કરોડનું દાન મળ્યું!

નવસારીમાં ટ્રાફિક નિયમોની જનજાગૃતિ માટે ‘કેશલેસ’ ડાયરો યોજયો  છતાં ૧.ર૮ કરોડનું દાન મળ્યું!

નવસારી: સામાન્ય રીતે ગુજરાતના જાણીતા લોક ગાયક ઓસમાણ મીરના ડાયરામાં લાખો કરોડો રૂપિયાની નોટોનો વરસાદ થતો હોય છે, પરંતુ નવસારીમાં જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ફંડ ભેગું કરવા યોજાયેલો લોક ડાયરો કેશલેસ રહ્યો હતો. જેમાં 1.28 કરોડ જેટલું દાન ભેગુ થયું હતું. તો બીજી તરફ 200 રૂપિયા રોકડ માત્ર નોધાઈ હતી.

નવસારી જિલ્લાના વિકસતા શહેરો અને નગરોમાં સાંકડા રસ્તા અને વાહનોની સંખ્યા વધતા ટ્રાફિક સમસ્યા વિકરાળ બની રહી છે. જેના નિવારણ માટે જિલ્લા ટ્રાફિક વિભાગને સક્રિય બનાવી, ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવા સાથે જ લોકોમાં ટ્રાંફિક પ્રત્યે જાગરૂકતા આવે તો અકસ્માતો અટકે અને અકસ્માત મૃત્યુનો દર પણ ઘટાડી શકાય.

ઉપરોક્ત બાબતોને ધ્યાને રાખી જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે ફંડ ભેગુ કરવા શનિવારે ગુજરાતના લોક ગાયક ઓસમાણ મીરનો લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગકારો, વિવિધ સંસ્થાઓ, રાજકારણીઓ, નગર શ્રેષ્ઠીઓએ ઉદાર દિલે દાનની સરવાણી વહાવી હતી અને ડાયરા દરમિયાન 1.28 કરોડથી વધુનું ફંડ ભેગું થયું હતું. 

જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલો લોક ડાયરો ઐતિહાસિક પણ રહ્યો હતો. કારણ સામાન્ય રીતે ઓસમાણ મીર હોય અને ડાયરામાં લોકો નોટોનો વરસાદ ન વરસાવે એવું હોતું નથી. પરંતુ આ લોક ડાયરો કેશલેશ રહ્યો હતો. જેમાં દાતાઓને રૂપિયા ઉડાવવાની જગ્યાએ નોંધાવવાની અપીલ કરવામાં આવી હતી. જેના કારણે ડાયરો શિસ્તબદ્ધ રીતે ચાલ્યો હતો. નવસારી પોલીસ દ્વારા આયોજિત લોક ડાયારાને ઓસમાણ મીરે વિશેષ ગણાવ્યો હતો. પોલીસ પ્રજાની મિત્ર નહીં પણ પરમ મિત્ર ગણાવી ડાયરામાં દેશભક્તિના ગીતો ગાઈ પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. 

જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ઓસમાન મીરના ડાયરામાં 1.28 કરોડ રૂપિયા જેટલુ કેસલેશ દાન તો એકત્ર થયુ છે. જોકે બીજી તરફ ડાયરા સ્થળે રોકડ દાન માટે શરૂ કરવામાં આવેલ ડોનેશન કુટીરમાં રોકડ 200 રૂપિયા દાન નોધાવા પામ્યુ હતુ. જેમાં એક રસીદમાં 150 અને બીજી રસીદમાં 50 રૂપિયા રોકડ દાન નોધાયું હતું.

(5:39 pm IST)
  • UK-India Week 2018 - શિલ્પા શેટ્ટી - ગ્લોબલ ઈન્ડિયન આઈકન : યુકે અને ભારત વચ્ચે વિનિંગ પાર્ટનરશીપની ઉજવણી કરવા માટે બીજો વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. 2018 ઈવેન્ટમાં એવા વ્યક્તિઓ અને સંગઠનો કે જેમણે આ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યુ તેમની સ્વીકૃતિ અને ઉજવણી કરવામાં આવી. ગ્લોબલ ઈન્ડિયન આઈકન એવોર્ડ શિલ્પા શેટ્ટી કુંદ્રાને આપવામાં આવ્યો. access_time 12:53 am IST

  • બિહારમાં લોકસભા ચુંટણી પૂર્વે ભાજપ અને નીતીશકુમાર(JDU) વચ્ચે ઘર્ષણ થયું શરુ : બિહારમાં આગામી લોકસભા માટે એનડીએની ભાગીદારીમાં સીટો વહેંચવા મુદ્દે વાતચીત હાલ ચાલુ નથી થઇ, પરંતુ જેડીયુએ મોલભાવ ચાલુ કરી દીધો છે. નિવેદનબાજી તમામ તરફથી જોરો પર ચાલી રહી છે. એનડીએમાં ભાજપ સહિત જેડીયુ, એલજેપી, આરએલએસપી પણ જોડાયેલી છે. સૌથી વધારે દરાર ભાજપ અને જેડીયુમા જોવા મળી રહી છે. જેડીયુએ 25 સીટો પર દાવો ઠોકીને વિવાદને હવા આપી છે. પ્રદેશનાં નેતા એકબીજાને દાવાઓ કાપી રહ્યા છે. access_time 12:44 am IST

  • તેલંગણા અને મધ્યપ્રદેશમાં રવિવારે થયેલા બે રોડ અકસ્માતમાં 17 લોકોના મોત થઇ ગયા. 19 લોકો ઘાયલ છે. તેલંગણામાં એક બાઇકને બચાવવામાં ટ્રેક્ટર-ટ્રોલી નહેરમાં પડી ગઈ. તેમાં 13 મહિલાઓના મોત થઇ ગયા, 17 ઘાયલ છે. જ્યારે મધ્યપ્રદેશમાં ઇંદોરથી આવી રહેલી એક કાર ટ્રક સાથે અથડાઇ ગઇ, જેમાં 2 બાળકો સહિત 4 લોકોનાં મોત થઈ ગયા. બે ઘાયલ છે. access_time 12:18 am IST