Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

આહવા-ડાંગની ૧૪ વર્ષીય કિશોરી પર ગલેમંડી સ્થિત બાલાજી મંદિરના રૂમમાં ગેંગરેપ થતા ચકચાર : સગીર વયના બે પિતરાઇ ભાઇઓ અને એક મુસ્લિમ યુવકે વારાફરતી બળાત્કાર ગુજાર્યો

ડાંગઆહવા-ડાંગની ૧૪ વર્ષીય કિશોરી પર ગલેમંડી સ્થિત બાલાજી મંદિરના રૂમમાં ગેંગરેપ થતા ચકચાર મચી ગઇ છી. સ્કૂલમાં ગુલ્લી મારતા પરિવારજનો ઠપકો આપશે એ ડરથી કિશોરી બસમાં સુરત આવી ગઇ હતી. સુરત બસ સ્ટેશને એકલી બેસેલી કિશોરીને આશરો આપવાના બહાને વાતોમાં ભોળવી ઘરે લઇ જઇ સગીર વયના બે પિતરાઇ ભાઇઓ અને એક મુસ્લિમ યુવકે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. મહિધરપુરા પોલીસે આ કેસમાં ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ડાંગ જિલ્લાના આહવા ખાતે રહેતી ૧૪ વર્ષીય પિયુ (નામ બદલ્યું છે) ધો. ૧૦માં અભ્યાસ કરે છે. ગત તા. ૧૯મીએ પિયુ સ્કૂલે ગઇ ન હતી. જેથી પરિવારજનો ઠપકો આપશે એ ડરથી માલેગામ-શિરડી બસમાં સુરત આવી ગઇ હતી. સુરતમાં જૂના હોન્ડાના શોરૂમમાં સંબંધી કામ કરતા હોય તેના ઘરે જવામાં બે દિવસ ભટકી હતી. બે રિક્ષાચાલકો તેને આમતેમ ફેરવી ફરી ત્યાં જ મૂકી ચાલ્યા ગયા હતા.

દરમિયાન બસ સ્ટેશનની બહાર રિક્ષા સ્ટેન્ડ પાસે બેઠી હતી ત્યારે 16 વર્ષીય મનિષ નામના કિશોરે વાતોમાં ભોળવી વિશ્વાસમાં લઇ આશરો આપવાના બહાને ગલેમંડી ખાતે બાલાજી મંદિર પાસે આવેલા પોતાના રૂમમાં લઇ ગયો હતો. જ્યાં મનિષ નાસ્તો લેવા ગયો ત્યારે વસિમ નામના યુવકે આ રૂમમાં ઘૂસી બળજબરી કરી પિયુ પર બળાત્કાર ગુજાર્યો હતો. કુકર્મનો ભોગ બનેલી પિયુ પર બાદમાં વારાફરથી સગીર વયના મનિષ અને તેના પિતરાઇ ભાઇએ પણ બળાત્કાર ગુજાર્યો હતો.

આ બંને પિતરાઇ ભાઇઓએ બબ્બે વખત કિશોરી પર રેપ કર્યો હતો. બે દિવસ કિશોરીને રૂમમાં ગોંધી દુષ્કર્મ આચરાયું હતું. બાદમાં પીડિતા પિયુને સુરત રેલવે સ્ટેશનને છોડી મનિષ ભાગી ગયો હતો. પિયુ રેલવે સ્ટેશનના મહિલા વેઇટિંગ રૂમમાં રડમશ હાલતમાં બેઠી હોય રેલવે સ્ટાફની નજર પડી હતી. આખરે મહિલા હેલ્પલાઇનની ટીમને બોલાવાઇ હતી.

હેલ્પલાઇનની ટીમે કરેલા કાઉન્સેલિંગમાં પિયુએ સમગ્ર હકીકત વર્ણવી હતી. જેને પગલે મહિધરપુરા પોલીસને ફરિયાદ કરાતા પોલીસે આ મામલે ગેંગરેપનો ગુનો નોંધી ત્રણેય નરાધમો વસિમ મહેબૂબ શાહ (ઉં.વ. ૧૯, રહે. ટ્રાવેલર્સની ઓફિસ, દિલ્હીગેટ) તથા સગીર વયના બે પિતરાઇ ભાઇની ધરપકડ કરી હતી. પોલીસે પીડિતાનું તબીબી પરીક્ષણ પણ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:37 pm IST)