Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

હવે તો હદ થઇ : મહેસાણા મામલતદાર કચેરીમાં દારૂની મહેફિલ માણતા નાયબ મામલતદાર સહિત પાંચ ઝડપાયા

મહેસાણા :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં છાસવારે લાખોનો દારૂ પકડાતો રહે છે બુટલેગરો દ્વારા પોલીસને છેતરી રાજ્યમાં દારૂનો મોટો જથ્થો ઘુસાદાતો રહે છે જોકે કેટલીકવાર પોલીસ બાતમીના આધારે મસમોટો જથ્થો ઝડપી પણ પાડવામાં આવે છે ત્યારે આનું પગેરું શોધવાની આળસ ઉડીને આંખે વળગે છે રાજ્યમાં દારૂ પીવાના શોખિનોની પણ અછત નથી. દારૂ પીવા લોકો ક્યાંયથી પણ બોટલ મેળવી  દારૂની મહેફિલ માણી લેતા હોય છે.જોકે ક્યારેક મહેફીલો પર રેડ કરી લોકોને ઝડપી લેતા હોય છે ત્યારે સરકારી કર્મચારીઓ દારૂની મહેફિલ !!! નાયબ મામલતદાર સહીત પાંચ લોકો પકડાયા છે કર્મીઓ સરકારી ઓફિસમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયા છે.

  મળતી માહિતી મુજબ, મહેસાણાની મામલતદાર ઓફિસમાં દારૂની મહેફીલ માણતા પાંચ લોકો ઝડપાયા છે. પોલીસે બાતમીના આધારે મામલતદાર ઓફિસમાં ચાલતી દારૂની મહેફીલ પર રેડ પાડી સરકારી કર્મચારીઓને સરકારી ઓફિસમાં મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે.

  ઘટનાની પોલીસને બાતમી મળતા, તુરંત પોલીસ તપાસ હાથ ધરવા મામલતદાર કચેરી પહોંચી હતી. ત્યાં પોલીસે દારૂની મહેફીલ માણતા પાંચ લોકોને દબોચી લીધા હતા. જેમાં નાયબ મામલતદાર રઘુભાઈ ચૌધરી, ક્લાર્ક જૈમિન મિસ્ત્રી, કમ્પ્યુટર ઓપરેટર દશરથજી સહિત પાંચ લોકો ઝડપાયા છે. પોલીસે પાંચે લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:57 am IST)