Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી : મીનાબેન બારોટને મળ્યું મામેરું ભરવાનું સદભાગ્ય

18 વર્ષના લાંબા સમય બાદ ભગવાનનું મામેરું ભરવાનો મળ્યો લ્હાવો

 

અમદાવાદ ;અષાઠીબીજ બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરનું પરિભ્રમણ કરશે અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ થઇ રહી છે રથયાત્રાના તહેવારમાં મામેરાનું પણ ખાંસ આગવું મહત્વ છે. જે મામેરું સરસપુરના લોકો દ્વારા ભગવાન જગન્નાથને આપવામાં આવે છે. સરસપુરના લોકો મામેરા માટે વર્ષોથી રાહ જોતા હોય છે કે, ક્યારે તેઓ ભગવાનનું મામેરું ભરે. જ્યારે વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું ભરવાનું સૌભાગ્ય મીનાબેન ધીરુભાઈ બારોટને મળ્યું છે

મીનાબેન ધીરુભાઈ બારોટ છેલ્લા 18 વર્ષથી મામેરું ચઢાવાના બુકીંગમાં નામ નોંધાવી રહ્યા હતા. તો 18 વર્ષના લાંબા સમય બાદ મીનાબેન ધીરુભાઈને તેમની ભક્તિનો લ્હાવો મળ્યો છે, અને અત્યારથી તેમના પરિવારે મામેરાની ચૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

 મીનાબેન ધીરુભાઈ બારોટના સમગ્ર ઘર પરિવારમાં ભગવાનનું મામેરું ભરવાને લઈને આનંદ છવાઈ ગયો છે. અને હવે તેઓ આતુરતાથી તે દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેઓ ભગવાનનું મામેરું ચઢાવશે અને ધન્યતા પ્રાપ્ત કરશે

(9:53 pm IST)