Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વડોદરામાં દારૂના નશાના કેસમાં ધરપકડ કરાયેલ આરોપીની લોકઅપમાં તબિયત લથડતા રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: દારૃ પીધેલા કેસમાં ધરપકડ કરાયેલા કિશનવાડી વિસ્તારના એક આરોપીની લોકઅપમાં તબિયત લથડયા બાદ તેને સયાજી હોસ્પિટલમાં લઇ જતા રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે કિશનવાડી વિસ્તારમાં જલારામચોક ખાતે રહેતો પ્રકાશ અંબુલાલ પરમાર(ઉ.વ.૪૦) ઝઘડો કરે છે તેવી ફરિયાદ તેની માતાએ મહિલા હેલ્પલાઇનમાં કરતા અભયમની ટીમ પ્રકાશના ઘેર પહોંચી ગઇ હતી. આ વખતે પ્રકાશ દારૃ પીધેલી હાલતમાં હોવાથી તેને બાપોદ પોલીસને સોંપી દેતા પોલીસે પ્રકાશ સામે દારૃ પીધેલાનો કેસ કરી લોકઅપમાં મૂકી દીધો હતો. બપોરે લોકઅપમાં પ્રકાશ કોઇ હલનચલન કરતો  ન હોવાનું જણાતા પોલીસે લોકઅપ ખોલી જોતા તે બેભાન જણાયો  હતો જેથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યૂલન્સને બોલાવી પ્રકાશને સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે પોલીસ દ્વારા મૃતકનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પીએમ બાદ તેના મોતનું સાચું કારણ બહાર આવશે.

 

(6:33 pm IST)