Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગ્રામીણ કોમ્પ્યુટર ઓપરેટરોના કમિશનમાં સેવા દિઠ રૃા. પાંચનો વધારોઃ બે લાખનું વીમા કવચ

હડતાલ પર રહેલા વી.સી.ઇ. માટે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની રાહતરૃપ જાહેરાત

રાજકોટ તા. ર૪ :.. રાજયમાં પોતાની  વિવિધ માંગણીઓ સબબ આંદોલન ચલાવી રહેલા ગ્રામીણ કોમ્પ્યુટર ઓપરેટરો (વી. સી. ઇ.) માટે રાજયના પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ રાહતરૃપ જાહેરાત કરી છે. તે મુજબ હવેથી તાત્કાલીક અસરથી વી. સી. ઇ. ને સેવાદિઠ રૃા. પ વધારાનું કમિશન ચૂકવાશે ઉપરાંત સરકાર દ્વારા વી. સી. ઇ. માટે રૃપિયા બે લાખનું વીમા કવચ આપવામાં આવશે. આજે વી. સી. ઇ. સંગઠનના હોદેદારોએ ગાંધીનગરમાં શ્રી બ્રિજેશ મેરજા સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત થઇ છે. રાજયમાં કાર્યરત ૧૪૧૭૯ જેટલા ગ્રામીણ કોમ્પ્યુટર ઓપરેટરોને સરકારી જાહેરાતનો લાભ મળશે.

નાગરીકોને વિવિધ સેવાઓ પુરી પાડવા માટે પબ્લીક-પ્રાઇવેટ-પાર્ટનરશીપથી (પી. પી. પી.) ના ધોરણે વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર (વી. સી. ઇ.) ની સેવાઓ લઇને, નાગરીકોને આપવામાં આવતી જુદી જુદી સેવાઓમાંથી પ્રાપ્ત થતી આવકની વહેંચણીના ધોરણે કામગીરી કરાવવામાં આવે છે. જે વી. સી. ઇ. (ડીજીટલ સેવા સેતુમાં કાર્યરત) જરૃરીયાત મુજબ વધારાનો મોબાઇલ ડેટાપેક ખરીદે તે વી. સી. ઇ. ને તા. ૧-પ-ર૦રર થી રૃા. ર૦૦ ની મર્યાદામાં બેન્ડવીથ માટે ચૂકવણી કરવામાં આવશે.

ડીજીટલ સેવા સેતુ અંતર્ગત વધુમાં વધુ સેવાઓ ઇ-ગ્રામ પંચાયતનો ખાતેથી મળતી થાય અને એકબીજા વી. સી. ઇ.ની કામગીરી તેમજ તેમાંથી તેઓને થતી આવકને ધ્યાને લઇ બાકીના વી. સી. ઇ. પણ આ કામગીરી કરવા પ્રોત્સાહીત થાય તે હેતુથી ડીજીટલ સેવા સેતુની પ્રતિ અરજી માટે નિયત થયેલ ફીમાંથી વી. સી. ઇ. ને મળતી રૃા. ૧૬ ની આવક ઉપરાંત નાણાંકીય વર્ષ ર૦ર૧-રર માં નિકાલ થયેલ પ્રતિ એપ્લીકેશન દીઠ રૃા. પ લેખે પ્રોત્સાહક રકમની ચૂકવણી કરવામાં આવશે. જે માટે રૃા. ર.૬૦ કરોડનો ખર્ચ થશે. નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ થી ઇ-ગ્રામ પોર્ટલ પર રજીસ્ટર થયેલ તમામ વી. સી. ઇ. ને  રૃા. ર.૦૦ લાખનો વિમાનો લાભ મળશે.

પંચાયત વિભાગના તા. ૧૯-પ-ર૦રર ના ઠરાવથી ૧પ માં નાણાપંચની દસ ટકા રકમનો ઉપયોગ ગ્રામ પંચાયતોમાં ટેકનીકલ અને વહીવટી સપોર્ટ માટે કરવા માર્ગદર્શક સુચનાઓ બહાર પાડેલ છે. જેમાં એકાઉન્ટન્ટ કમ ડેટાએન્ટ્રી ઓપરેટર તરીકે વી. સી. ઇ. પાસેથી નાણાંપંતની કામગીરી સામે ઉચ્ચક સહાય ચૂકવણી કરવાની બાબતનો સમાવેશ કરવામાં આવેલ છે.

(4:18 pm IST)