Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ખૂંખાર અપરાધીઓને પકડવા સુરત પોલીસ દ્વારા વિવિધ રાજયમાં ઓપરેશનઃ મોડીરાતે ૧૦ ઝડપાયા

બાકીના ૨૬ને પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરની રણનીતિ અંતર્ગત અમારી ખાસ ટીમો પકડીને ઝડપી લેશેઃ નાયબ પોલીસ કમિશ્નર સજજનસિંહ પરમાર સાથે 'અકિલા'ની વાતચીત

રાજકોટ,તા.૨૪: સુરતના પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં ગુન્હો કરી નાસેલા આરોપીઓને સાતમા પાતાળમાંથી શોધી કાઢવા આપેલ સૂચના અંતર્ગત મૂળ સૌરાષ્ટ્રના વતની એવા નાયબ પોલીસ કમિશ્નર દ્વારા પડકાર ઝીલી ઉતરાખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર સહિત રાજયોમાં છુપાઈ ગયેલા વિવિધ ગુન્હાના ૩૪ આરોપીઓને ઓળખી કાઢી તે પૈકી ૧૦ આરોપીઓને ખાસ ઓપરેશન હાથ ધરી ઉતરપ્રદેશ અને મહારાષ્ટ્ર વિગેરે રાજયમાંથી શોધી કાઢવામાં સફળતા મળી છે.

આરોપીને અલગ અલગ રાજયમાંથી ઝડપી પાડયા હતા. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન અને ઝારખંડમાંથી અલગ અલગ ટીમોએ ૧૦ જેટલા આરોપીને ઝડપી પાડયા હતા. પોકસોના કેસમાં વોન્ટેડ ડિંડોલી પોલીસ સ્ટેશનનો આરોપી બ્રિજેશ રાજકુમાર મિશ્રાને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડયો હતો. લિંબાયતમાં ઈકબાલ રાજુ શેખને મહારાષ્ટ્રમાંથી અને ઉધનાના આરોપી ચંદ્રશેખર કિરણ રાઠોડને સુરતથી ઝડપી પાડયો હતો. ડિંડોલી પોીસમાં હત્યાનો આરોપી સંજય મોર્યાના ઉત્તરપ્રદેશથી ઝડપી પાડયો હતો. આ સિવાય કાપોદ્રામાં અપહરણના આરોપી ધીરજ ગૌડને ઉત્તરપ્રદેશથી ઝડપી પડયો હતો. આ સિવાય બીજા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કલમ ૪૯૮ (ક)ના પાંચ આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડયા હતા.

(4:11 pm IST)