Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે દેશનું નેતૃત્‍વ કરવા ઉદાહરણ બને : દેવવ્રતજી

રાસાયણિક ખેતીથી બીન ઉપજાઉ બનેલી જમીનને પ્રાકૃતિક ખેતી થકી ઉપજાવ કરવા રાજયપાલશ્રીનું ખેડૂતભાઇઓને આહવાન ... : પ્રાકૃતિક ખેતી કરવાથી માત્ર ૧ વર્ષમાં જ જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણમાં વધારો થશે : પ્રાકૃતિક કૃષિ સાફલ્‍ય ગાથા પુસ્‍તકનું વિમોચન

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્‍વાગત કરતા જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુ નજરે પડે છે, બીજી તસ્‍વીરમાં ખેડૂતો સાથે સંવાદ કરતા, ત્રીજી તસ્‍વીરમાં પ્રવચન કરતા રાજયપાલ અને છેલ્લી બન્ને તસ્‍વીરમાં અમૂલ્‍ય પુસ્‍તકનું વિમોચન કરતા દેવવ્રતજી અને મહાનુભાવો જણાય છે.

રાજકોટ તા. ૨૪ : ૅઆઝાદી કા અમળત મહોત્‍સવઁ અંતર્ગત રાજકોટ ખાતે પ્રમુખસ્‍વામીઓડિટોરિયમમાં રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્‍થિતિમાં પ્રાકળતિક કળષિ પરિસંવાદ યોજાયો હતો.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા પ્રાકળતિક કળષિ પરિસંવાદના આયોજન માટે અભિનંદન પાઠવીને રાજ્‍યપાલશ્રીએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ ખેડૂતોને આત્‍મનિર્ભર બનાવવા માટે સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. જ્‍યાં સુધી ખેડૂત આત્‍મનિર્ભર નથી ત્‍યાં સુધી ભારત સંપૂર્ણ રીતે આત્‍મનિર્ભર બની શકશે નહીં. ત્‍યારે ખેડૂત પ્રાકળતિક ખેતી થકી વધુ ગુણવત્તાયુક્‍ત કળષિપેદાશોનું ઉત્‍પાદન કરે અને આત્‍મનિર્ભર બને તે માટે કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકાર પુરી રીતે સહયોગ આપી રહી છે.

રાસાયણિક ખેતીને કારણે બિન ઉપજાઉ થયેલી જમીનને પ્રાકળતિક ખેતી થકી ઉપજાઉ બનાવવા માટે ખેડૂતોને આહવાન કરતા રાજ્‍યપાલશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, યુરિયા, ડી.એન.એ અને પોટેશિયમ જેવા રાસાયણિક ખાતરોના વધુ પડતાં ઉપયોગને કારણે જમીને પોતાની ફળદ્રુપતા ગુમાવી દીધી છે. ત્‍યારે જમીનને ફરી જીવંત કરવા માટેનો એકમાત્ર ઉપાય છે પ્રાકળતિક ખેતી. શરૂઆતમાં ઉત્‍પાદનનું પ્રમાણ ઘટશે પરંતુ આગળ જતા પેદાશોની ગુણવત્તા અને ઉત્‍પાદનનું પ્રમાણમાં ખાસ્‍સો વધારો થશે. રાસાયણિક ખાતરોને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઝીરો થઈ ગયું છે. પરંતુ માત્ર એક વર્ષ પ્રાકળતિક ખેતી કરવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધેલું જણાશે.

ભવિષ્‍યની પેઢીને ફળદ્રુપ જમીન, સ્‍વચ્‍છ પાણી અને તંદુરસ્‍ત હવા આપવાની જવાબદારી આપણા સૌની છે. જીવામળત, બીજામળત, ઘનજીવામળત અને વાફસા થકી જમીનને ફરી જીવંત કરી શકીએ છીએ. ગુજરાત રાજ્‍યને પ્રાકળતિક ખેતી માટે દેશમાં અગ્રેસર બનવા રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું.

આ પ્રસંગે સેન્‍દ્રીય ખાતરના મહત્‍વ વિશે વાત કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કે.વી.કે.ના વડા ડો. જી.વી.મારવિયાએ ખેડૂતોને માર્ગદર્શન આપતાં જણાવ્‍યું હતું કે, આઝાદી પૂર્વે આપણાં વડવાઓ કુદરતી રીતે ખેતી કરતા હતા પરંતુ આઝાદી બાદ આપણે સૌ ઉત્‍પાદન વધારવા માટે વધુ પડતાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતાં થઈ ગયા છીએ. હવે ફરી એ સમય આવી ગયો છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો છોડીને પ્રાકળતિક ખેતી તરફ વળીએ. આઝાદી પહેલાં આપણે કળષિમાં પરાવલંબી હતા પરંતુ હવે પ્રાકળતિક ખેતી કરીને સ્‍વાવલંબી બનવાનું છે. જમીન એ જીવંત વસ્‍તુ છે ત્‍યારે જમીનને જીવંત રાખવા માટે સેન્‍દ્રીય ખાતર મહત્‍વની ભૂમિકા ભજવે છે. સેન્‍દ્રીય ખાતરની અંદર રહેલાં સૂક્ષ્મ તત્‍વો મુખ્‍ય તત્‍વોને શક્‍તિ પુરી પાડે છે અને જમીનના બંધારણને ફળદ્રુપ રાખે છે. રાસાયણિક ખાતરના વધુ પડતાં ઉપયોગને કારણે આજે અસાધ્‍ય રોગોનું પ્રમાણ વધ્‍યું છે. કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા તો આપણે સૌએ આપણા તંદુરસ્‍ત સ્‍વાસ્‍થ્‍ય માટે પ્રાકળતિક ખેતીને પ્રાધાન્‍ય આપવું જોઈએ.

જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ રાજ્‍યપાલશ્રી, સાંસદશ્રી અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભવો અને ખેડૂતમિત્રોનું શાબ્‍દિક સ્‍વાગત કરતાં જણાવ્‍યું હતું કે, હાલ રાજકોટ જિલ્લાનાં ૮ હજાર ખેડૂતો પ્રાકળતિક કળષિ સાથે જોડાયેલા છે. જે રાજકોટ જિલ્લા માટે ખૂબ ગર્વની વાત છે. રાજપાલશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકળતિક ખેતી હેઠળ જિલ્લાની ૯ હજાર હેકટર  જમીન આવરી લેવામાં આવી છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર વધુમાં વધુ ખેડૂતોને પ્રાકળતિક ખેતી સાથે જોડવા માટે ૧૨,૦૦૦ ખેડૂતબંધુઓને પ્રેરણા અને માર્ગદર્શન આપીને સાતત્‍યપૂર્ણ પ્રયાસો કરી રહ્યું છે. સાથો સાથ વહીવટ તંત્ર દ્વારા ગૌશાળાઓ ઘાસચારો પૂરો પાડવામાં આવે છે જેથી ગાય આધારિત ખેતી હેઠળ ખેડૂતોને ખાતર માટે ગૌમૂત્ર અને છાણ પૂરું પાડી શકાય. તેમજ ખેડૂતો પ્રાકળતિક ખેતી કરીને વધુ ગુણવત્તા યુક્‍ત પેદાશો સ્‍વયં બજારમાં વેચી શકે તેવા આત્‍મનિર્ભર બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, ખેતીવાડી વિભાગ , પશુપાલન વિભાગ , ગ્રામ સેવકો સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.

રાજ્‍યપાલશ્રીના હસ્‍તે પ્રાકળતિક કળષિ આધારિત ઉત્‍પાદિત થયેલી ખેત પેદાશોના સ્‍ટોલનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. તેમણે જુદા જુદા સ્‍ટોલ પર વેચાણ અર્થે રાખેલી પેદાશોનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમજ રાજ્‍યપાલશ્રીએ   ખેડૂતબંધુઓ સાથે વાર્તાલાપ કરીને પ્રાકળતિક ખેતી થકી થયેલા ફાયદાઓ વિશે વિગતો મેળવી હતી.

આ અવસરે મંચ પર બિરાજમાન મહાનુભવો દ્વારા દીપ  પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. આ તકે રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા રાજકોટ જિલ્લા ૭૫ ખેડૂતોની પ્રાકળતિક સાફલ્‍ય ગાથા પુસ્‍તકનું વિમોચન કર્યું હતું.

અંતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી દ્વારા આભાર વિધિ કરતા જણાવ્‍યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર દ્વારા દર રવિવારે ખેડૂતોને પોતાના દ્વારા ઉત્‍પાદિત કરેલી ચીજ વસ્‍તુઓ વેચવા માટેનું આમંત્રણ આપી વ્‍યવસ્‍થા પૂરી પાડવા અંગેની અનુમતિ આપી હતી. અને કાર્યક્રમના અંતે આચાર્ય દેવવરતશ્રી દ્વારા લખાયેલા પુસ્‍તકનું  કુલ ૨૫ ખેડૂતોને આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર, અગ્રણીશ્રી વલ્લભભાઈ કથીરીયા, સંયુક્‍ત ખેતી નિયામકશ્રી એસ.કે.જોશી સહિતનાં અઘિકારીઓ તેમજ મોટી સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:31 pm IST)