Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

ગુજરાતમાં લોકડાઉન વચ્‍ચે ખેડૂતો દ્વારા પાક વિમા અને દેવા માફી માટે સરકાર સામે અનોખુ ડિજિટલ ઉપવાસ આંદોલન

૧પ મેથી શરૂ થયેલા આ આંદોલનમાં ર૪ હજાર ખેડૂતો જોડાઇ ચુકયા છે

ગાંધીનગર  :  સરકાર સામે ખેડૂતોઅે પાક વિમા તથા દેવા નાબુદી માટે લોક ડાઉન દરમિયાન પણ ડિજિટલ ઉપવાસ આંદોલનનો નવતર કાર્યક્રમ ૧પ મી મે થી ચાલુ કરેલ છે જેમાં ર૪ હજાર ખેડૂતો જોડાઇ ગયા છે.

આ ડિજિટલ ઉપવાસ આંદોલનની શરૂઆત ગુજરાતના જાણીતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને ખેડૂત આગેવાન ભરત સિંહ ઝાલાએ 15 મેનાં રોજ કરી હતી. ત્યાર બાદ ભરત સિંહ ઝાલના આ આંદોલનમા  જે. કે પટેલ, શૈલેષ ઠકકર,  વાસુદેવ પટેલ, રમજુભા જાડેજા, દસરથસિહ ગોહિલ,  ગંગાબેન રાઠોડ સહિત અનેક ખેડૂતોએ સમર્થનમાં એક દિવસીય  ડિજીટલ ઉપવાસ આંદોલનમા સામીલ થયા છે.

આ આંદોલના પ્રણેતા ભરતસિંહ ઝાલા જણાવી રહ્યા છે કે, જગતના તાતના દેવા નાબુદી પાક વિમાના પુરા નાણા અને ચોમાસુ વાવણી કરવા એકરે રોકડ સહાય માટે ઉપવાસ આંદોલન મા ગુજરાતના દરેક ગામડે ગામડેથી અમારા સમર્થનમાં ખેડૂતો એક એક દિવસનો ઉપવાસ કરી આ ડિજિટલ આંદોલનને સમર્થન આપ્યું છે. આ આંદોલન ફક્ત ગામડા પૂરતું સીમિત ન રહેતા શહેરી વિસ્તારોમાં પણ અનેક સામાજિક આગેવાનો એક દિવસનો ઉપવાસ કરી અમારી સાથે જોડાયા છે.

ખેડૂતો દ્વારા ધીમી ગતિએ ચાલુ કરવામાં આવેલ આ ડિજિટલ આંદોલન વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ગુજરાતના ગામડે ગામડે પોહચી રહ્યું છે. આંદોલનકારીઓના દાવા પ્રમાણે તેમની સાથે અત્યાર સુધીમાં 24 હજાર જેટલા ખેડૂતો જોડાય ગયા છે. જેમાં અનેક ગામોમાં મહિલા ખેડૂતો એ પણ ઉપવાસ કર્યા છે. જો ખેડૂત નેતાનો આ દાવો સાચો હોય તો ચોકસ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જો ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન નહિ કરે તો  આ ડીઝીટલ આંદોલન એ રાજ્ય સરકાર મટે માથાના દુખાવા સમાન સાબિત થશે. 

(3:58 pm IST)