Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

સુરતમાં કોરોનાનો કહેર યથાવત: 24 કલાકમાં વધુ 29 કેસ નોંધાયા : સંક્રમિતનો કુલ આંક 1337 થયો

વધુ 3 લોકોના મોત : મૃત્યુઆંક 59 થયો : આજે 15 દર્દીઓ સહીત અત્યાર સુધી કુલ 852 દર્દીઓ કોરોનોમાંથી સાજા થયા

સુરત : છેલ્લા 24 કલાકમાં શહેરમાં વધુ 29 પોઝિટિવ કેસો નોધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1245 થઇ ગઇ છે. જયારે જિલ્લામાં આજે એક પણ પોઝેટીવ કેસ નોધાયો નથી, જિલ્લા સાથે સુરતનો કુલ આંકડો 1337 પર પહોંચ્યો છે. સુરત શહેરના કતારગામમાં સૌથી વધુ 10 કેસો આજે નોંધાયા છે. આજે કો-મોર્બિડ કંડીશન ધરાવતાં વધુ ત્રણ કોરોનાના દર્દીઓનું મૃત્યુ નીપજ્યું છે. ત્રણેક મૃતકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. અત્યાર સુધી શહેરમાં મૃત્યુઆંક ૫૯ ટકા થઇ ગયું છે. શહેરમાં પોઝિટિવ દર 6.3 ટકા અને મૃત્યુદર 4.70 ટકા નોંધાયો છે.

 


  અત્રે ઉલ્લેખનીય છે કે, આજે આવેલા પોઝેટીવ કેસમાં એક સાઇ બાબાના મંદિરના પુજારી, કલેકટર કચેરીમાં કામ કરતી રેવન્યું કલાર્ક, કેરીનો ધંધો કરનાર, 108માં કામ કરતો યવાન તેમજ એક ચાની દુકાન ધરાવનારને પોઝિટીવ આવ્યો છે. મનપા કમિશનર પાનીએ જણાવ્યું છે કે, આજે સમરસ કોવિડ કેર ખાતેથી 7 અને સિવિલ ખાતેથી 15 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે અત્યાર સુધી કુલ 852 દર્દીઓ કોરોનોમાંથી સાજા થઇ પરત ઘરે ફર્યા છે. શહેરમાં રીકવરી રેટ 68.40 ટકા નોધાયો છે. લોકોમાં અને પોઝિટિવ દરદીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથિક દવાનું વિતરણ તંત્ર દ્વારા વધારાયું છે અને આવનારા દિવસોમાં રીકવરી રેટ હજુ વધી શકે છે.

  શહેરના કુલ 1245 દરદીઓ પૈકી અત્યાર સુધી ૫૯ દર્દીઓના મત્યુ થયા છે અને 852 દરદીઓ સારા થયા છે. હાલ ફક્ત 370 કેસો એક્ટિવ છે. સમરસ કોવિડ કેર ખાતે 49 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 7200 જેટલા લોકો ક્વોરેન્ટાઇન કરાયા છે. કુલ 19652 સેમ્પલોના ટેસ્ટિંગ પૈકી 18380 સેમ્પલોનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. એપીએક્સઆર સર્વેર્માં કુલ 1707 ટીમો કાર્યરત છે. અત્યાર સુધી કુલ 13,36,067 ઘરોનો અને 52,72,515 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. લિંબાયત ઝોનમાં આજે 8 કેસો સાથે કુલ સંખ્યા 474 થઇ છે જ્યારે વરાછા-બી, રાંદેર અને અઠવા ઝોનમાં આજે કોઇ કેસ નોધાયો નથી.

(10:37 pm IST)