Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

સિવિલમાં સામાન ચોરીના મામલે બે શખ્સની ધરપકડ

મૃત્યુ પામનાર દર્દીના સામાન ચોરીનો મામલો : શહેરની સિવિલમાં કોરોના વાયરસના કોરણે મૃત્યુ પામેલા ચાર દર્દીઓના ઘરેણાં અને મોબાઈલ ફોન ચોરાયા હતાં

અમદાવાદ, તા. ૨૩ : કોરોના વાયરસની મહામારી દરમિયાન જ્યાં લોકો એકબીજાને મદદ કરી રહ્યા છે ત્યાં કેટલાંક શરમજનક સામાચાર પણ જાણવા મળી રહ્યા છે. ગઈકાલે એવા ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા હતા કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના કોરણે મૃત્યુ પામેલા ચાર દર્દીઓના ઘરેણાં અને મોબાઈલ ફોન ચોરાયા હતાં. બાદમાં આ ઘટના અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. આ કેસમાં હવે શાહીબાગ પોલીસે આજે કુલ બે આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા દર્દીઓના ઘરેણાં અને સામાન ચોરી થવાના મુદ્દે શાહીબાગ પોલીસે કુલ બે આરોપીની ધરપકડ કરી છે.

          અહીં ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં ઉમેશ તમઈએ નામના જે દર્દીનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું તેમની રૂપિયા ૧૦ હજારની કિંમતની કાંડા ઘડિયાળ અને ૨૦ હજારની કિંમતનો સ્માર્ટફોન ચોરાઈ ગયો હતો. તેમના પરિવારના સભ્યો જ્યોર મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે તેઓને આ વાતની જાણ થઈ હતી. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે દાખલ મહિલા દર્દીના ઘરેણાં ચોરાયાં હતાં. તેમનું મોત નીપજ્યા બાદ જ્યારે તેમના પરિવારજનો મૃતદેહ લેવા ગયા ત્યારે તેઓને આ વાતની જાણ થઈ હતી. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર અન્ય બે દર્દીઓના ઘરેણાં, ફોન ચોરાયા હોવાનું સામે આવ્યું છે. શાહીબાગ પોલીસે બે શખ્સોની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે. આકરી પુછપરછ પણ કરવામાં આવશે.

(9:44 pm IST)