Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વાઘોડિયાના રવાલ ગામમાં ઘરના રસોડામાં સાડા ચાર ફૂટના મહાકાય મગરના આટાફેરા

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરીને આજવા સરોવરમાં છોડી દેવાયો

વડોદરાનાં વાઘોડિયા તાલુકાનાં રવાલ ગામમાં એક મકાનમાં વહેલી સવારે 4.5 ફૂટનો મગર ઘૂસી જતા પરિવારમાં ફફડાટ ફેલાયો હતો  પરિવારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને ફોન કરતા ટ્રસ્ટની  ટીમ રવાલ ગામે પહોંચી  હતી. આ ટીમે મગરનું રેસ્ક્યૂ કરીને પકડી લઇ આજવા સરોવરમાં છોડી દીધો હતો.

   આ અંગે મળતી વિગત મુજબ રસોડામાં ઘૂસી ગયેલા મગરે રસોડાના બઘી વસ્તુઓ પાડતા તેના અવાજથી પરિવારને જાણ થઇ હતી. તેમણે રસોડામાં જઇને તપાસ કરતા ખબર પડી કે રસોડામાં એક મગર ફરી રહ્યો છે. આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરતા તરત જ ટીમ રવાલ ગામે પહોંચી ગઇ હતી. મગરનું રેસ્ક્યૂ કરીને પકડી લઇ આજવા સરોવરમાં છોડી દીધો હતો

(10:40 pm IST)