Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ગાંધીનગરમાં ફાયર સેફટી વિહોણા ટ્યુશન ક્લાસીસ પર તંત્ર તૂટી પડશે : કાલથી બંધ કરવા કાર્યવાહી

સુરતમાં ટ્યુશન ક્લાસીસની દુર્ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર સફાળું જાગ્યું છે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ફાયર સેફટી ન હોવાના અનેક ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાની કબૂલાત ગાંધીનગરના ફાયર ઓફિસર દ્વાર કરવામાં આવી છે.

 ગાંધીનગરમાં આવા ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસ ઓને તાત્કાલિક અસરથી બંધ કરવાની કાર્યવાહી કાલથી જ પ્રારંભ કરવામાં આવશે.     

    ગાંધીનગરમાં અવાર-નવાર આવા શોપિંગ કોમ્પ્લેક્ષ ઓમાં ચાલતા ટ્યુશન ક્લાસીસની તપાસ કરવામાં આવી છે .અને નોટિસો પણ આપવામાં આવી છે આમ છતાં ફાયર સેફટીની સુવિધા ઊભી ન કરી હોવાની વાત ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસર કરી હતી

 

(10:35 pm IST)