Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ગુજરાત ચૂંટણીમાં પાટીલ સૌથી વધારે મતોથી જીત્યા

નવસારીના સીઆર પાટીલ પહેલા નંબરે રહ્યા : ગુજરાતમાં ૨૬ પૈકી કુલ ૧૪ ત્રણ લાખથી પણ વધુ મતે જીત્યા : ભાજપના છ મહિલા સાંસદોનો પણ ભવ્ય વિજય

અમદાવાદ, તા.૨૪ : ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ગુજરાતમાં ભાજપના ઉમેદવારોની જીત કરતા લીડ વધુ મહત્વની બની ગઈ છે. ૨૦૧૯ની આ પ્રતિષ્ઠાભરી લોકસભા ચૂંટણીમાં નવસારીના સી.આર પાટીલ ગુજરાતમાં સૌથી વધુ ૬,૮૯,૬૬૮ મતે વિજયી થયા છે. જ્યારે બીજા નંબરે વડોદરાના રંજનબેન ભટ્ટ ૫,૮૯,૧૭૭ મતેથી જીત્યા છે. તો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના નવનિર્વાચિત સાંસદ અમિત શાહ ત્રીજા નંબરે એટલે કે ૫,૫૭,૦૧૪ મતે વિજયી થયા છે. જ્યારે દાહોદના બાબુ કટારા સૌથી ઓછા ૧,૨૭,૫૯૬ મતથી વિજયી થયા છે. જો કે, આ વખતે ભાજપના ઉમેદવારોની લીડ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ગુજરાતની ૨૬ બેઠકોના વિજયી ઉમેદવારોની લીડના વિશ્લેષણમાં એવી રસપ્રદ હકીકત સામે આવી રહી છે કે, ગુજરાતના ૨૬માંથી ૧૪ સાંસદો ત્રણ લાખથી વધુ લીડ સાથે વિજયી થયા છે. જ્યારે મહિલા સાંસદો પણ જંગી લીડ સાથે વિજયી થયા છે. જેમાં વડોદરાના રંજનબેન ભટ્ટ ૫૮૯૧૭૭, સુરતના દર્શના જરદોષ ૫૪૮૨૩૦, છોટા ઉદેપુરના ગીતાબેન રાઠવા ૩૭૭૯૪૩, ભાવનગરના ભારતીબેન શિયાળ ૩૨૯૫૧૯, મહેસાણાના શારદાબેન પટેલ- ૨૮૧૫૧૯ અને જામનગરના પૂનમબેન માડમ ૨૩૬૮૦૪ મત સાથે વિજયી થયા છે. આ વખતની ચૂંટણીમાં ત્રણ લાખથી વધુની લીડ મેળવનારા સાંસદોની વાત કરીએ તો, ગુજરાતની ૨૬ બેઠકમાંથી ૧૪ સાંસદોએ ૩ લાખથી ૬ લાખ સુધીની જંગી લીડ મેળવી છે. જેમાં નવસારીના સી.આર.પાટીલ ૬૮૯૬૬૮, વડોદરાના રંજનબેન ભટ્ટ ૫૮૯૧૭૭, ગાંધીનગરના અમિત શાહ ૫૫૭૦૧૪, સુરતના દર્શના જરદોષ ૫૪૮૨૩૦, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ ૪૩૪૩૩૦, છોટાઉદેપુરના ગીતાબેન રાઠવા ૩૭૭૯૪૩, રાજકોટના મોહન કુંડારિયા ૩૬૮૪૦૭, બનાસકાંઠાના પરબત પટેલ ૩૬૮૨૯૬, ખેડાના દેવુસિંહ ચૌહાણ ૩૬૭૧૪૫, વલસાડના કે.સી.પટેલ ૩૫૩૭૯૭, ભરૂચના મનસુખ વસાવા ૩૩૪૨૧૪, ભાવનગરના ભારતીબેન શિયાળ ૩૨૯૫૧૯, અમદાવાદ વેસ્ટના ડો.કિરીટ સોલંકી ૩૨૧૫૪૬, કચ્છના વિનોદ ચાવડા ૩૦૫૫૧૩ મત સાથે વિજયી બન્યા છે.  આ વખતની ચૂંટણીમાં ગુજરાતની ૨૬માંથી એકમાત્ર દાહોદ બેઠક પર લીડ ઘટી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ૨૬માંથી ૨૫ બેઠકો પર ભાજપે ૨૦૧૪માં મેળવેલી પોતાની લીડનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતમાંથી ૨૬ બેઠકોમાંથી ૨૦૧૪ કરતા ૨૦૧૯માં ભાજપે ઓછી લીડ મેળવી છે. જેમાં દાહોદનો સમાવેશ થાય છે. આ બેઠક પર ભાજપના જશંવતસિંહ ભાભોરે ૧૨૬૯૧૭ મતથી લીડ મેળવી હતી. ૨૦૧૪માં આ બેઠક પર જશંવતસિંહ ભાભોરે ૨૩૦૩૫૪ મતથી લીડ મેળવી હતી. આમ, ભાજપે ૨૦૧૯ની આ વખતની લોકસભા ચૂંટણીમાં લીડના મુદ્દે પણ અનોખો ઇતિહાસ રચ્યો છે.

(9:49 pm IST)
  • રાજસ્થાનના સીએમ ગેહલોટ હવે રાહુલ ગાંધીની કરશે મુલાકાતઃ લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે access_time 3:45 pm IST

  • સુરત મૃત્યુ આંક.21 થયો :21 બાળકોની લાશો આગમાં ભડથું: પીએમ મોદી આવતીકાલે સુરતની મુલાકાત લે તેવી અટકણો તેજ સમગ્ર રાજ્ય સાથે દેશભરમાં હચમચાવનારી બની છે ઘટના access_time 12:55 am IST

  • નેતાજીના ભત્રીજાનો પરાજય :ટીએમસીના માલા રોયે હરાવ્યા ;નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા ચંદ્રકુમાર બોઝને કોલકતા દક્ષિણ સીટ પરથી 34,64 ટકા માટે મળ્યા ;પરંતુ વિજય ના અપાવી શક્યા access_time 1:14 am IST